કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક યુવકની હત્યા કર્યાં બાદ મૃતદેહના ટુકડા ફોઇલમાં પેક કરીને ત્રણ બોરીઓમાં ભરીને ફેંકી દીધા હતા. આ બોરીઓ શનિવારે સવારે પેટ્રોલિંગ દરમિયાન કોલનલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનર આવાસ નજીકથી મળી હતી. લાશ ત્રણથી ચાર દિવસ જૂની હોવાનું કહેવાય છે.
મૃતદેહની ઓળખ માટે પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. યુવકે લીલા રંગનો ફુલ સ્લીવનો શર્ટ પહેર્યો હતો.સવારે લગભગ 10 વાગ્યે, કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત SSI રઘુવર સિંહ ટીમ સાથે રાઉન્ડમાં નીકળ્યાં હતા.દરમિયાન લાલ ઈમલી નજીક ઇલેક્ટ્રિક પોલ નીચે ત્રણ સફેદ બોરીઓ જોવા મળી હતી. શંકાસ્પદ બોરીઓ જોઇને પોલીસ મથકે જાણ કરી હતી. આ પછી ઈન્સ્પેક્ટર કર્નલગંજ સંતોષ કુમાર સિંહ ફોર્સ સાથે પહોંચ્યાં હતા અને બોરીઓ ખોલી તો લાશના ટુકડા મળ્યાં હતા.
ACPના જણાવ્યાં અનુસાર, યુવકની ઉંમર આશરે 27 વર્ષની લાગે છે. એસીપીના જણાવ્યાં અનુસાર, ક્યાંક અન્ય જગ્યાએ હત્યા કર્યાં બાદ લાશને અહીં લાવીને ફેંકી દેવામાં આવી હતી. એસીપી બાદ ડીસીપી સેન્ટ્રલ અને એડીસીપી સેન્ટ્રલ પણ અહીં પહોંચ્યાં હતા. પોલીસની ટીમે આસપાસના પ્લોટ અને જૂની ઈમારતોમાં તપાસ હાથ ધરી હતી. ડસ્ટબીનની તલાશી લેવામાં આવી હતી, પરંતુ આ ત્રણ બોરીઓ સિવાય ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
એસીપી કર્નલગંજએ જણાવ્યું કે બોરીની અંદર ત્રણ-ચાર ફોઈલ્સમાં મૃતદેહના ટુકડા ભરેલા હતા. એસીપીનાં જણાવ્યાં અનુસાર, આરોપીઓએ મૃતદેહોના ટુકડા કર્યાં બાદ ફોઇલમાં એવી રીતે પેક કરી દીધા હતા કે લોહી પણ બહાર નીકળ્યું ન હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20