Fri,15 November 2024,6:26 pm
Print
header

બાબા કેદારનાથના ધામમાં જશે મોદી.. પૂજા અર્ચના કરીને કરોડો રૂપિયાના વિકાસ કામોનો કરશે શિલાન્યાસ - gujarat post

ઉત્તરાખંડઃ વડાપ્રધાન મોદી દિવાળી પહેલા આવતીકાલે મહાદેવના ચરણોમાં જશે.મોદી અહીં છઠ્ઠી વખત દર્શન કરશે અને તેઓ મંદિરમાં પૂજા અર્ચના કરીને બાદમાં 3400 કરોડ રૂપિયાના કામોનો શિલાન્યાસ કરશે. મોદીની વિઝિટને લઇને અહીં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. 

શુક્રવારે મોદી અહીં પહોંચીને આદિ ગુરૂ શંકરાચાર્યની સમાધિના દર્શન કરશે, ત્યાર બાદ કેદારનાથ રોપ વે પ્રોજેક્ટનો શિલાન્યાશ કરશે, જે 9.7 કિ.મી લાંબો છે અને ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. સરસ્વતી નદીના કિનારે ચાલી રહેલા વિકાસના કોમોનું તેઓ નિરીક્ષણ પણ કરશે. 

મોદી વડાપ્રધાન બન્યાં બાદ છઠ્ઠી વખત કેદાર-બદ્રી જશે. અગાઉ પણ તેમને અહીં કરોડો રૂપિયાના પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા હતા. કેદારનાથ-બદ્રીનાથમાં હાલમાં પણ નવા વિકાસના કામો ચાલી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch