Fri,01 November 2024,4:59 pm
Print
header

અમદાવાદ પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ અરવિંદ કેજરીવાલ રિક્ષામાં જ રિક્ષા ચાલકના ઘરે જઇને જમ્યાં- Gujaratpost

અમદાવાદઃ આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોટલ તાજથી ઓટો રિક્ષામાં બેસીને ઓટો ચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા પહોંચ્યા હતા. આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે રિક્ષા ચાલકના ઘરે ભોજન લીધુ હતું. કેજરીવાલની સાથે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ઈંદ્રનિલ રાજ્યગુરુ હાજર રહ્યાં હતા. રિક્ષા ચાલકના ઘરે જમ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું હતું.  

ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેમની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યાં હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસે સ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો.

તેઓ તાજ સ્કાયલાઈન હોટલથી વિક્રમ દંતાણીની રીક્ષામાં તેમના ઘરે આવવા નીકળ્યાં હતા. દિલ્હીના મુખ્યમંત્રી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તેમને રીક્ષામાં ન જઈ શકાય તેમ કહીને અટકાવ્યા હતા. પરંતુ કેજરીવાલે શાબ્દિક ટપાટપી કરતા પોલીસે તેમને રિક્ષામાં જવા દેવા પડ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch