Sun,17 November 2024,5:03 am
Print
header

કેરળમાં ભારે વરસાદ બાદ 5 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ, ભૂસ્ખલનનાે કારણે 19 લોકોના મોત

તિરૂવંતપુરમઃ કેરળના કોટ્ટાયમ, પથનમથિટ્ટા, એર્નાકુલમ, ઇડુક્કી અને ત્રિશૂરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે 7 એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, પલક્કડ, મલાપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડનો સમાવેશ થાય છે. ભારે વરસાદ બાદ કેરળના 5 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કોટ્ટાયમ જિલ્લામાં કુટિકલમાં ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે, તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. 14 લોકો ગુમ છે. અહીં 3 મકાનોને પણ નુકસાન થયું છે. 

ભારે વરસાદને કારણે કેરળમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રેસ્ક્યૂ ટીમ રવિવારે સવારે કુટ્ટીક્કલ પહોંચી ગઈ હતી, પરંતુ બ્રીજને નુકસાન થવાને કારણે ઓપરેશન શરૂ કરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, ઇડુક્કી અને કોટ્ટાયમ જિલ્લાઓમાં ભૂસ્ખલનને પરિણામે ગઈકાલ રાતથી અત્યાર સુધી કેરળમાં 19 લોકોના મોત થયા છે. કોટ્ટાયમમાં 13 અને ઇડુક્કીમાં છ મૃત હાલતમાં મળી આવ્યાં છે.

કેરળમાં વરસાદ બાદ પઠાનમથિટ્ટામાં મનિયાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. કન્યાકુમારી જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. અહીંના થિરપરાપ્પુ ધોધમાં પૂર આવી ગયું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે, કેરળના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ દર્શાવવામાં આવી છે. તે સ્પષ્ટ દેખાય છે કે રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોકો તેમાં ફસાયેલા છે. કોટ્ટયમ પણ એવા પાંચ જિલ્લાઓમાંનો એક છે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો કારને ધક્કો મારીને તેને ભારે પાણીમાંથી બહાર લાવી રહ્યાં છે.

ગૃહમંત્રી અમિતશાહે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ વરસાદ અને પૂરની સ્થિતી પર નિરિક્ષણ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને શક્ય બને તેટલી મદદ કરી છે. બીજી તરફ બચાવ કાર્યોમાં પણ એનડીઆરએફની ટીમોને મોકલી દેવામાં આવી છે.તેમણે કહ્યું કે સૌ કોઈ સુરક્ષિત રહે તેવી અમે પ્રાર્થના કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch