Thu,14 November 2024,10:51 pm
Print
header

કેનેડામાં ખાલિસ્તાની નેતાની ગોળી મારીને કરી હત્યા, ભારતે જાહેર કર્યુ હતું 10 લાખ રૂપિયાનું ઈનામ- Gujarat Post

ટોરેન્ટોઃ કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરો દ્વારા નિજ્જરની હત્યા કરવામાં આવી. હરદીપ સિંહ નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો.

ભારતમાં શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ છે. ભૂતકાળમાં કેનેડાના બ્રામ્પટન શહેરમાં ખાલિસ્તાન પર થયેલા જનમત સંગ્રહમાં પણ શીખ ફોર જસ્ટિસ સંસ્થાનો હાથ હતો. NIAએ હરદીપ સિંહ નિજ્જર વિરુદ્ધ ભારત પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. વર્ષ 2022માં NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. ભારત સરકારે કેનેડા સરકારને નિજ્જર વિરુદ્ધ કાર્યવાહી કરવા અનેક વખતે માંગ કરી હતી.

છેલ્લા અઠવાડિયામાં બે મોટા ખાલિસ્તાની નેતાઓના મોત થયા છે. થોડા દિવસ પહેલા બ્રિટનમાં ખાલિસ્તાની નેતા અવતાર સિંહ ખાંડાનું મોત થયું હતું. અવતાર સિંહ ખાંડા ખાલિસ્તાન લિબરેશન ફોર્સના યુકે ચીફ હતો. હવે બીજા એક ભારત વિરોધી નેતાની હત્યા કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch