પુણે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી 'ઝેર' સાથે કરી અને તેમને ભારતમાં 'રાજકીય રીતે સૌથી ખતરનાક' ગણાવ્યાં હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતના એક દિવસ પહેલા સાંગલીમાં એક જાહેર સભાને સંબોધતા ખડગેએ 'ઝેરી સાપને મારી નાખવા'નું ઉદાહરણ આપ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જો ભારતમાં રાજકીય રીતે સૌથી ખતરનાક કંઈ હોય તો તે ભાજપ અને આરએસએસ છે. તેઓ ઝેર જેવા છે. જો કોઈ સાપ કરડે તો તે વ્યક્તિ મૃત્યું પામે છે…આવા ઝેરી સાપને મારી નાખવો જોઇએ.
મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં 10 નવજાત બાળકોના મોતને લઈને તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના બળવાખોર અને સ્વતંત્ર સાંગલી સાંસદ વિશાલ પાટીલનું નામ લીધા વિના ખડગેએ તેમના પર પક્ષ સાથે વિશ્વાસઘાત કરવાનો અને તેમના સંબંધીને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો. પાટીલના સંબંધી 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ અહીં આવ્યાં છે. આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અહીં હતા. તેમને શું થયું તે ખબર નથી. ઉત્તર પ્રદેશના ઝાંસીની હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 બાળકોનાં મોત થયા છે. આમ છતાં મહારાષ્ટ્રમાં તેમની જાહેરસભાઓ અટકી ન હતી, મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા તેમના ઉમેદવારોની સંખ્યા કરતા વધારે છે. ખડગેએ રાજ્ય સ્તરની ચૂંટણી માટે જાહેર સભાઓનું આયોજન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
આ વિધાનસભા ચૂંટણી છે, દેશના વડાપ્રધાનને પસંદ કરવા માટે નથી. તેમણે કહ્યું કે તેમની મોદીની સત્તાની ભૂખ હજી સંતોષાઈ નથી. તેમણે મોદી પર વંશીય સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મણિપુરની મુલાકાત ન લેવા અને તેના બદલે વિદેશ પ્રવાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ખડગેએ કહ્યું મોદી ગઈકાલ સુધી અહીં હતા. આજે તે વિદેશમાં છે. મણિપુર સળગી રહ્યું છે, લોકો મરી રહ્યાં છે, આદિવાસી મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યાં છે, પરંતુ મોદીએ ક્યારેય મણિપુરની મુલાકાત લીધી નથી. તેઓ વિદેશ પ્રવાસ પર છે.
ખડગેએ કહ્યું કે તેમની ઉંમર તેમને કોંગ્રેસની વિચારધારાને સમર્થન આપવા અને લોકોને મળવાથી રોકશે નહીં. વિશાલ પાટીલ પર નિશાન સાધતા તેમણે કહ્યું, એવા નેતાઓ છે જેમને પાર્ટી દ્વારા હોદ્દા આપવામાં આવ્યાં હતા અને તેઓએ તેનો લાભ લીધો હતો. અમે કોઈની ટીકા નથી કરી રહ્યાં, પરંતુ જો કોંગ્રેસ પાર્ટી તમને બધું જ આપી રહી છે તો તમારે તેની સાથે દગો ન કરવો જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પાર્ટી (પૂર્વ મુખ્યમંત્રી) સ્વર્ગસ્થ વસંતદાદા પાટીલના પરિવારમાં કોઈ તિરાડ ઈચ્છતી નથી, જેઓ સાંગલીના હતા. મને કહેવામાં આવ્યું હતું કે સાંગલીના લોકસભા સાંસદ (વિશાલ પાટીલ) કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી જીત્યા હતા અને કોંગ્રેસ પાર્ટીએ તેમને સન્માન સાથે ફરીથી સામેલ કર્યા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
લંડનમાં કારની ડેકીમાંથી ભારતીય મહિલાની મળી લાશ, પતિ ફરાર થઈ ગયો હોવાની આશંકા- Gujarat Post | 2024-11-18 11:45:17
પાટણ રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીઓને કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-11-18 11:30:33
નરાધમ નેતા.. આણંદમાં ભાજપના કાઉન્સિલરે મહિલાના ઘરમાં ઘૂસીને આચર્યું દુષ્કર્મ- Gujarat Post | 2024-11-18 11:15:41
પાકિસ્તાનમાં ગર્ભવતી મહિલાની ઘાતકી હત્યા, સાસુએ તેના શરીરના ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા | 2024-11-18 09:16:54
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
નોઈડામાંથી રૂ.4 કરોડનું ગૌમાંસ ઝડપાયું, 5 લોકોની ધરપકડ | 2024-11-18 08:21:53
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19