Thu,19 September 2024,5:49 am
Print
header

ખેડા જિલ્લા ભાજપ મોરચાનો મંત્રી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતાં ઝડપાયો- Gujarat Post

Kheda News: ભાજપના નેતાઓ અને કાર્યકરોને કાયદાનો ડર જ નથી. ભાજપના સભ્ય બની ગયા એટલે કોઈ તેમનું કંઇ બગાડી શકશે નહીં તેવું તેમને લાગી રહ્યું છે. હવે રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને આવેલી કારનું ગળતેશ્વર પાસે પાઇલોટિંગ કરનારા ઝડપાયા છે. ડેસર તાલુકાના વરસડા ગામના ખેડા જિલ્લાના ભાજપ યુવા મોરચાના મંત્રી સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂપિયા 4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડેસર પોલીસને બાતમી મળી હતી કે દારૂની પેટીઓ ભરેલી ગાડી ગળતેશ્વર બ્રિજથી પસાર થઇ હતી અને વરસડા ગામની સીમમાં મહી નદીના કોતરોમાં દારૂ ખાલી કરાઇ રહ્યો છે. જેથી રાત્રે પોલીસે વરસડા ક્વોરી આવાસ નજીક કોતરોમાં જઇને તપાસ કરતાં એક ગ્રે કલરની ખેડા પાસિંગની બલેનો કાર જણાઇ હતી. આ કારમાં ત્રણ શખ્સો હતા, જેમની પૂછપરછમાં સામે આવ્યું કે સફેદ રંગની દારૂ ભરેલી કારનું પાઇલોટિંગ કરીને તેઓ આવ્યાં હતા, મહી નદીના કોતરોમાં દારૂ ઉતારીને રૂપિયા લેવા માટે ઊભા હતા.

પોલીસે ત્રણેયને સાથે રાખી કોતરોમાં તપાસ કરતાં 1.42 લાખ કિંમતના 1143 બીયરના ટીન અને દારૂ મળ્યો હતો. આરોપીઓનાં નામ ઇશ્વર મોહનભાઇ પરમાર, અલ્પેશ રમણભાઇ સોલંકી, મહેશ ઉર્ફે અજય જેણાભાઇ પરમાર જાણવા મળ્યું  હતું. રાજસ્થાનના છાપરીયાથી દિપુરાજ નામનો શખ્સ કારમાં દારૂ લઇને ગળતેશ્વર આવ્યો હતો અને તેમનો સંપર્ક કરીને દારૂ ભરેલી કારનું પાઇલોટિંગ કરીને આ જથ્થો વરસડા ગામના નવઘણ ભરવાડને આપવાનો હતો.

ડેસર પોલીસના હાથે ઝડપાયેલો ઇશ્વર પરમાર ખેડા જિલ્લા યુવા મોરચાનો મંત્રી છે. દારૂના કેસમાં તેનું નામ ખૂલતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે તેને તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરી દીધો છે. ઉપરાંત અગાઉ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પણ હતો પરંતુ ઠાકોર સેનાના પ્રમુખે તેને તા.5 સપ્ટેમ્બરના રોજ ઠાકોર સેનાના તમામ હોદ્દાઓ પરથી દૂર કરી દીધો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch