અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના (Rajkot loksabha seat) ભાજપના ઉમેદવાર (bjp candidate) પરસોત્તમ રૂપાલાએ (parshottam rupala) ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી મામલે ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે, ઠેર ઠેર ભાજપના ઉમેદવારોનો વિરોધ શરૂ થઇ ગયો છે.
ભાજપના ક્ષત્રિય નેતાઓને વિવાદ શાંત પાડવા કહેવામાં આવ્યું છે, તેમ છંતા તેઓ આ મામલે નિષ્ફળ દેખાઇ રહ્યાં છે. હવે થોડા સમય પહેલા મોટા વિવાદમાં આવેલા ભાજપના ક્ષત્રિય નેતા પ્રદીપસિંહ વાઘેલાએ (Pradipsinh Vaghela) સમાજને એક પત્ર લખ્યો છે અને આ પત્રની આડમાં તેઓ ફરીથી ભાજપના ઉચ્ચ નેતાઓની નજીક જવા પ્રયાસ કરી રહ્યાં છે.
હવે રહી રહીને નેતાજીને સમાજ યાદ આવ્યો છે અને તેમને લખ્યું છે કે,પ્રદીપસિંહ વાઘેલાના જય માતાજી. ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને આપ સૌને વિનમ્નતાપૂર્વક આ પત્ર લખી રહ્યો છું. ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય, ત્યાગ, બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે.જયારે-જયારે આ દેશને માથે કોઈ આફત આવી છે,ત્યારે ભારતમાતાને અખંડિત રાખવા, મા-ભોમની રક્ષા કરવા આપણા સમાજે સર્વોચ્ચ બલિદાન આપ્યાં છે.
આપણા પૂર્વજોના ત્યાગમય જીવન માટે, તેમની ઉચ્ચ ભાવનાઓ માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. અત્યારે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે કોના સંતાનો છીએ ? આપણા પૂર્વજો કોણ હતા? આપણે કેવી ભવ્ય પરંપરાના વારસદાર છીએ ? ઈતિહાસ સાક્ષી છે કે આ દેશને જોડવા માટે, દેશની એકતાને અખંડિત રાખવા માટે આપણા પૂર્વજોએ દોમ-દોમ સાહ્યબીથી છલકાતા રજવાડા ભારતમાતાની ચરણે અર્પણ કરીને ભવ્ય ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આપણા ઇતિહાસમાંથી આપણને એક જ શીખ મળે છે કે સાચો ક્ષત્રિય કોઈ “વાદ'- “વિવાદ'માં માનતો નથી.ક્ષત્રિયોને માટે તો એક જ વાદ, અને એ આપણો 'રાષ્ટ્રવાદ. આપણા માટે એક જ મંત્ર છે- એ છે “રાષ્ટ્ર પ્રથમ'નો મંત્ર. આપણે સૌએ એ વિચાર કરવાની જરૂર છે કે અત્યારે આ દેશને કોની જરૂર છે? આપણી એ પરંપરા છે કે જે આ દેશ માટે લડશે ક્ષત્રિયો એના માટે માથા આપી દેશે. આ પરંપરાને અખંડિત રાખવા માટેનો આ સુવર્ણ સમય છે.
આ પત્ર દ્વારા હું બે હાથ જોડીને સામાજિક આહ્વાન કરં છું. ક્ષત્રિય- રાજપૂત સમાજના એક દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે હું આપ સૌને વિનંતી કરું છું કે કોઈ એક ઘટનાને કારણે આખા દેશના ભવિષ્યને આપણે જોખમમાં મૂકીશું, તો શું આવનારી પેઢીઓ આપણને માફ કરશે ?
આપણે તો “ક્ષમા વીરસ્ય ભૂષણમ' સૂત્રને સાકાર કરનારા સમાજમાંથી આવીએ છીએ. ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ છે કે જેમાં ક્ષત્રિયોએ પોતાની ખાનદાની અને સંસ્કારનું દર્શન કરાવી ક્ષમા આપી છે. શૌર્ય, ધીરજ અને હદયની વિશાળતા એ આપણા ક્ષત્રિય સમાજની મૂળ ઓળખ છે. આ ઓળખને જાળવી રાખવા માટે પણ આપણે નાના- મોટા વિવાદોને ભૂલીને દેશના વ્યાપક હિતમાં વિચારવું રહ્યું.
વર્તમાન સમયમાં દેશના પનોતા પુત્ર અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી માન.નરેન્દ્રભાઈ મોદી ભારતનું સાંસ્કૃતિક પુન: જાગરણ કરી રહ્યાં છે, સનાતન ધર્મની વિચારધારાને મજબૂત બનાવી છે. આપણા દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કરી, જગદ્જનની ભારતમાતાને વિશ્વગુરુ બનાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યાં છે, ત્યારે એક ક્ષત્રિય તરીકે આપણી એ પવિત્ર ફરજ છે કે આપણે તેમની પડખે ઉભા રહીએ. જે સંસ્કૃતિના જતન માટે આપણા પૂર્વજોએ પ્રાણ આપી દીધા છે તે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા માટે સતત કાર્યરત એવા માન. નરેન્દ્રભાઈ મોદી સાથે રહેવું એ આપણી નૈતિક ફરજ છે.
ક્ષત્રિયો ભાજપના નેતાઓનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે, તેવામાં નેતાજીએ રહી રહીને એક પત્ર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે, જો કે અહીં સવાલ એ પણ છે કે શું ક્ષત્રિયો પ્રદિપસિંહ વાઘેલાને કેટલું માને છે ? પોતાને મોદી-શાહના સમકક્ષ માનનારા પ્રદિપસિંહ વાઘેલા ઘણા સમયથી વિવાદ બાદ હાલમાં પાર્ટીના કાર્યક્રમોમાં ઓછા દેખાઇ રહ્યાં છે, કોબામાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ તેમના પર પ્રતિબંધ હોય તેમ તેઓ ઓછું આવી રહ્યાં છે, એક સમયે કમલમમાં તેમના નામની બૂમો તો હતી જ. જોવું રહ્યું કે આ પત્રથી તેમને પાર્ટી તરફથી શું ફાયદો મળે છે ?
ક્ષત્રિય સમાજને મારી વિનમ્ર અપીલ... pic.twitter.com/CVT7O73t3i
— Pradipsinh Vaghela (मोदी का परिवार) (@pradipsinhbjp) April 28, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયો, ઠગ્સે કરી એક કરોડની છેતરપિંડી | 2024-11-21 15:25:35
આ ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન પણ સામેલ છે, રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહી આ 5 મોટી બાબતો | 2024-11-21 15:04:57
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત – Gujarat Post | 2024-11-21 13:11:15
PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સીલેન્સથી નવાજવામાં આવ્યા - Gujarat Post | 2024-11-21 10:52:13
રશિયા કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી કરી શકે છે હુમલો, યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો દાવો! | 2024-11-21 09:29:47
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ? | 2024-11-20 11:37:26
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન ચાલુ, 4 રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી | 2024-11-20 09:14:13
ખડગેએ કહ્યું RSS અને ભાજપ ઝેરીલા, આ ઝેરી સાપને મારી નાખવો જોઈએ | 2024-11-18 09:01:38
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
ગુજરાતના નાગરિકોને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ, 24 દિવસમાં 18 હત્યાઓઃ કોંગ્રસ | 2024-11-18 18:26:01
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
Breaking News: જૂની પેન્શન યોજના મામલે ગુજરાત સરકારના કર્મચારીઓને લઇને સૌથી મોટા સમાચાર, સરકારે પાસ કર્યો આ ઠરાવ | 2024-11-08 19:46:52
વાવ પેટા ચૂંટણીમાં જામી રહ્યો છે રંગ, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે 2027 ચૂંટણીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-07 11:01:05
દિવાળી પર ભાજપના સિનિયર નેતાને મોટી જવાબદારી, યમલ વ્યાસની ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક | 2024-11-04 15:48:22