Fri,15 November 2024,10:26 am
Print
header

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલે કરી આગોતરા જામીન અરજી- Gujarat Post

અમદાવાદઃ મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ ક્રાઈમબ્રાંચે નોંધેલી ફરિયાદ બાદ માલિની પટેલે હવાતિયાં મારવાનું શરૂ કર્યું છે. માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. વર્ષ 2022માં થયેલા પ્રકરણ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. મહાઠગ કિરણ પટેલની પત્ની સામે ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. જ્યારે થોડા દિવસ પેહલા કાશ્મીરમાંથી ઝડપાયેલા કિરણ પટેલની હાલ પોલીસ અને વિવિધ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ સાથે કાશ્મીર પહોંચી છે અને તેની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરશે, જે બાદ તેને ગુજરાત લાવવામાં આવશે.

આ કેસમાં મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્રનું નામ કિરણ પટેલ સાથે આવતાં હિતેષ પંડ્યાનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાની હાલ ચર્ચા થઈ રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ હિતેષ પંડ્યાએ સત્તાવાર સરકારી બંગલો ખાલી કરી દીધો છે.

મહાઠગ કિરણ પટેલ સાથે ભાજપના નેતા અમિત પંડ્યાનું નામ સામે આવ્યાં બાદ ભાજપે વિવાદિત અમિત પંડ્યા સાથેનો છેડો ફાડ્યો હતો. સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch