Mon,11 November 2024,2:59 am
Print
header

આરોપીને કડકમાં કડક સજા આપો, અમદાવાદમાં અકસ્માત સર્જનારા નબીરાનો બાપ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે- Gujarat Post

અમદાવાદઃ એસજી હાઇવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર કાર અકસ્માત સર્જીને 9 લોકોનો ભોગ લેનારા યુવાનની ઓળખ સામે આવી છે, આ યુવાનનું નામ તથ્ય પટેલ છે. અકસ્માત સમયે કારમાં આ યુવાનની સાથે બે યુવતીઓ પણ સવાર હતી. તપાસ દરમિયાન કારમાંથી પર્સ પણ મળી આવ્યું હતું. કાર ચાલક તથ્ય પટેલનો પિતા પ્રગ્નેશ પટેલ એક કુખ્યાત આરોપી છે. તેના પિતા સામે દુષ્કર્મનો પણ આરોપ છે. તથ્ય પટેલના પિતા વિરુદ્ધ ગુનાઓ નોંધાયા છે.

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામૂહિક દુષ્કર્મનો આરોપી છે. રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા, જ્યાં કોલ્ડ્રિંક્સમાં દારૂ ભેળવીને યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીએ પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો ત્યારે તેની કારની સ્પીડ અંદાજે 160 કિ.મી હતી.અકસ્માત વખતે તથ્ય પટેલ જ જગુઆર કાર હંકારતો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે નજરે જોનારા લોકો હચમચી ઉઠ્યા હતા. અકસ્માત બાદ રસ્તા પર ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાયા હતા. પોલીસ ઇજાગ્રસ્તોની મદદમાં હતી તે દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હતો અને રસ્તા પર લોહી ફેલાઈ રહ્યું હતું જે ખૂબ જ બિહામણું દ્રશ્ય હતું. જે લોકોના આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા તેમાં ઘણા લોકોના ફોન રસ્તા પર પડ્યા હતા.  તેમના ચપ્પલ કપડા આમ તેમ રસ્તા પર વિખરાયેલા પડ્યા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch