Fri,15 November 2024,9:54 pm
Print
header

ટ્રમ્પના ઘરે દરોડામાં કચરા પેટીમાંથી મળ્યાં 25 સિક્રેટ દસ્તાવેજો, FBIએ કર્યો ખુલાસો– Gujarat Post

(file photo)

સિક્રેટ દસ્તાવેજો અખબારો અને સામાયિકોમાં છુપાવીને રાખ્યા હતા

કોઈને ખબર ન પડે તેથી કચરાપેટીની વચ્ચે રાખ્યા હતા આ દસ્તાવેજો

ફ્લોરિડાઃ એફબીઆઈએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાન પર દરોડા અંગે નિવેદન જાહેર કર્યું છે. એફબીઆઈનું કહેવું છે કે ટ્રમ્પે થોડા સમય પહેલા દરોડામાંથી મળી આવેલા 15 બોક્સમાંથી 14માં વર્ગીકૃત રેકોર્ડ્સ હતા, જે જૂના અખબારો અને સામયિકોમાં કચરાપેટીમાં છુપાવીને રાખવામાં આવ્યાં હતા.

શુક્રવારે જાહેર કરાયેલી FBI ની એફિડેવિટ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફ્લોરિડા પ્રોપર્ટીમાંથી 15 બૉક્સમાંથી 14 બૉક્સમાં વર્ગીકૃત દસ્તાવેજો હતા. જેમાંના ઘણા ટોચના સિક્રેટ દસ્તાવેજો વિવિધ અખબારો અને સામયિકો અને વ્યક્તિગત પત્રો વચ્ચે રાખવામાં આવ્યાં હતા. તેમને ટ્રમ્પની માર-એ-લાગો એસ્ટેટમાં કચરાપેટીની વચ્ચે રાખવામાં આવ્યાં હતા. આ દસ્તાવેજો અહીં ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યાં હતા.

લગભગ બે અઠવાડિયા પહેલા, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ફ્લોરિડામાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરેથી કેટલાક ટોચના ગુપ્ત સરકારી દસ્તાવેજો રિકવર કર્યાં હતા. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે એફબીઆઈ એજન્ટોએ ફ્લોરિડામાં ટ્રમ્પના ઘરની તલાશી લીધી, જેમાં કેટલાક ગોપનીય દસ્તાવેજો જપ્ત કર્યા. આ દસ્તાવેજો પરમાણુ હથિયારો સંબંધિત હતા. જે દેશની સુરક્ષાને લગતા હતા, આ મામલે હવે ટ્રમ્પની સામે મોટી કાર્યવાહી થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch