Sat,16 November 2024,2:07 am
Print
header

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા PM Modi કેમ પાટીદારો પર આપી રહ્યા છે ધ્યાન ? Gujarat Post

(ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં પીએમ મોદી)

  • 2017 વિધાનસભા ચૂંટણી જેવી હાલત ન થાય તે માટે મોદી અત્યારથી જ સક્રિય થયા
  • ત્રણ મહિનામાં પાટીદારો દ્વારા આયોજિત છ કાર્યક્રમોમાં પીએમની હાજરી
  • ગુજરાતની રાજકારણમાં પાટીદારોનો વિશેષ પ્રભાવ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદી વિશેષ રસ દાખવી રહ્યા છે. 2017માં પાટીદાર આંદોલનની અસરના કારણે ભાજપ 100 સીટ પણ જીતી શક્યું નહોતું. આ વખતે તેના જેવું ન થાય તે માટે પીએમ મોદી પહેલાથી જ સક્રિય થયા છે. માર્ચથી પીએમ મોદીએ ગૃહ રાજ્યમાં સંબોધિત કરેલા 17 કાર્યક્રમોમાંથી છનું આયોજન પાટીદાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ગત મહિને 28 એપ્રિલ મોદીએ ભુજમાં કેકે પટેલ હોસ્પિટલનું વર્ચુઅલ ઉદ્ઘાટન કર્યું. આ હોસ્પિટલ કચ્છ લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વાર બનાવવામાં આવી છે. 29 એપ્રિલ પીએમ મોદીએ સરદાર ધામ દ્વારા આયોજિત પાટીદાર બિઝનેસ સમિટ 2022ને વર્ચુઅલ સંબોધન કર્યું.  28 મેના રોજ ઉદ્ઘાટન કરેલી માતૃશ્રી કેડીપી હોસ્પિટલ પાર્ટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ, પટેલ સેવા સમાજ આટકોટ દ્વારા બનાવવામાં આવી છે.

ગુજરાતની રાજકારણમાં પાટીદારોનો વિશેષ પ્રભાવ છે.. સૌરાષ્ટ્રમાં પાટીદારોની મોટી સંખ્યા છે, ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અહીંથી જ મોટાભાગની સીટો જીતી હતી. પાટીદારો ભાજપથી વિમુખ ન થાય તે માટે પીએમ મોદી અત્યારથી જ તેમને પોતાની તરફેણમાં કરવામાં લાગી ગયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch