Fri,15 November 2024,8:10 pm
Print
header

કોચ્ચીમાં અદાણીનો વિરોધ, માછીમારોએ માનવ શૃંખલા બનાવીને કર્યું વિરોધ પ્રદર્શન– Gujarat Post

( ચર્ચ બહાર થઈ રહેલું વિરોધ પ્રદર્શન)

કોચ્ચી વિશ્વના ત્રીજા સૌથી ધનાઢ્ય બિઝનેસમેન ગૌતમ અદાણી સામે કેરળમાં વિરોધ પ્રદર્શન વેગીલું બની રહ્યું છે. ચર્ચની બહાર માનવ સાંકળ બનાવીને માછીમારોના સમર્થનમાં અને અદાણીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.  વિઝિંઝમમાં અદાણી પોર્ટ યોજનાનો વિરોધ કરી રહેલા લોકોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે અમારો વિરોધ ઉગ્ર બનશે, ચલો વિઝિંઝણનો  સૂત્રોચ્ચાર પણ કરાયો. વિરોધ તિરુવનંતપુરમમાં માછલી પકડતાં સમુદાય પૂરતો મર્યાદીત નથી. કારણ કે કોલ્લમ, અલાપ્પુઝા, કોચ્ચિ અને અન્ય દરિયાઈ વિસ્તારોમાં વિવિધ મુદ્દે સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ સરકારે અનેક વાયદા કર્યાં હતા અને રાહત પેકેજ તથા અન્ય યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી તેનો ફાયદો મળ્યો નથી. કેટલીક જગ્યાએ ગ્રાઉન્ડ લેવલ પર કંઈ જ થયું નથી.

થોડા દિવસ પહેલા કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંઝમમાં પોર્ટનું નિર્માણ કરી રહેલા અદાણી પોર્ટે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ગ્રુપે માછીમારો દ્વારા ચાલી રહેલા આંદોલનને કારણે તેમના કર્મચારીઓના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. આ અંગે સરકારને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch