Thu,31 October 2024,4:45 pm
Print
header

કોલકત્તામાં દુર્ગા પૂજા વખતે મુસ્લિમ શખ્સોએ કરી ધમાલ, પૂજા બંધ કરાવવાની અને મૂર્તિ ખંડિત કરવાની આપી ધમકી- Gujarat Post

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના કોલકત્તાના મેટિયાબ્રુઝ વિસ્તારના KMC વોર્ડ નંબર 133માં દુર્ગા પૂજા દરમિયાન વિવાદ જોવા મળ્યો હતો.પશ્ચિમ બંગાળ ભાજપે સોશિયલ મીડિયા સાઇટ X પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરતા લખ્યું કે, પશ્ચિમ બંગાળના મેટિયાબ્રુઝના KMC વોર્ડ નંબર 133માં બંગાળી હિંદુઓ દુર્ગા પૂજાની ઉજવણી કરી રહ્યા હતા, જ્યાં વિચલિત દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે લોકો દુર્ગા પૂજા દરમિયાન ઢાક અને શંખ ફૂંકતા હતા, ત્યારે મમતા બેનર્જીની વોટ બેંકનો એક વર્ગ નારાજ થયો હતો. લગભગ 50-60 લોકોનું ટોળું પંડાલમાં ઘૂસી ગયું અને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો ઉત્સવ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો તેઓ મા દુર્ગાની મૂર્તિ ખંડિત કરશે.

બીજેપીએ આગળ લખ્યું કે પંડાલમાં પહોંચેલી ભીડે કહ્યું કે જ્યારે અઝાન ચાલી રહી હોય ત્યારે મંત્રો અને હિંદુ ધાર્મિક વિધિઓ કરી શકાતી નથી. અન્યથા તેઓ પંડાલ સળગાવી દેશે. કોઈને બંગાળી બોલતા આવડતું નથી. કેટલાક ઉર્દૂ-ભાષી જૂથો બંગાળી સંસ્કૃતિ અને પરંપરાઓને નબળી પાડી રહ્યાં છે. આ અંગે 'ન્યૂ બેંગાલ સ્પોર્ટિંગ ક્લબ' દ્વારા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. બંગાળ ભાજપે પણ આ ફરિયાદનો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે 11 ઓક્ટોબરની સવારે જ્યારે ન્યૂ બેંગાલ સ્પોર્ટિંગ ક્લબ દ્વારા અષ્ટમી અને નવમીની વિધિ કરવામાં આવી રહી હતી, ત્યારે લગભગ 50-60  લોકોનું ટોળું અહીં આવ્યું હતુ અને પૂજા રોકવાનું કહ્યું હતુ, સાથે જ મૂર્તિ તોડવાની ધમકી પણ આપી હતી. તેમણે ધમકી આપી હતી કે જો પૂજા બંધ નહીં કરવામાં આવે તો તે મા દુર્ગાની મૂર્તિ તોડી નાખશે. ટોળામાં રહેલા કેટલાક શખ્સોએ મહિલા સભ્યોને ધક્કો માર્યો અને અપશબ્દો કહ્યાં હતા. તેનો વીડિયો પણ શેર કરાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch