કોલકત્તાઃ સીબીઆઈ કોલકત્તામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહી છે. સીબીઆઈની ટીમ હોસ્પિટલના સ્થળ પર પહોંચી જ્યાં ટ્રેઇની ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી. જે બાદ તપાસ એજન્સીએ હોસ્પિટલની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈએ આ કેસમાં અનેક તથ્યો શોધી કાઢ્યા છે.
હોસ્પિટલની બેદરકારી- CBI
સીબીઆઈ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ ઘટનામાં હોસ્પિટલની અત્યાર સુધીની આ સૌથી મોટી બેદરકારી છે. સેમિનાર હોલમાં અનેક પગના નિશાન મળી આવ્યાં છે. આ જ કારણ છે કે CBIની અલગ-અલગ ટીમો 10થી વધુ વખત હોસ્પિટલનું નિરીક્ષણ કરવા અને સેમિનાર હોલમાંથી પુરાવા એકત્ર કરવા આવી છે. 3-D લેસર સ્કેનિંગ પણ બે વખત કરવામાં આવ્યું છે.
સીબીઆઈ ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહી છે
આરોપી સંજય રોયના સાયકોલોજિકલ ટેસ્ટ બાદ હવે પોલીગ્રાફ ટેસ્ટ પણ થશે. સીબીઆઈ હવે ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આરજી કાર હોસ્પિટલના પ્રિન્સિપાલને તેમના એક વિશ્વાસુ સહયોગી દ્વારા 9 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે ખબર પડી કે પીડિતાનો મૃતદેહ સેમિનાર હોલમાં પડ્યો છે.
ઘટના અંગે મોડેથી પોલીસને માહિતી આપવામાં આવી હતી
આ પછી ઘણા લોકો સેમિનાર હોલમાં પ્રવેશ્યા હતા. તત્કાલિન પ્રિન્સિપાલ સંદીપ ઘોષે સમગ્ર ઘટના વિશે જાણ્યા બાદ એક મીટિંગ બોલાવી હતી, પોલીસને આ મામલે મોડેથી જાણ કરવામાં આવી હતી. સીબીઆઈ મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યામાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સંડોવણીની તપાસ કરી રહી છે.
રાજ્યપાલ રાષ્ટ્રપતિને મળી શકે છે
કોલકત્તાના આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસમાં અનિયમિતતા અને કેસને દબાવવાના આરોપો બાદ પશ્ચિમ બંગાળમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાળ પર છે. રાજ્યપાલ સીવી આનંદ બોસે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર સાથે વાત કરી હતી અને તેમને ન્યાયની ખાતરી આપી હતી. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે. નોંધનિય છે કે પ.બંગાળમાં વિપક્ષો સીએમ મમતા બેનર્જીને આ મામલે ઘેરી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત | 2024-10-31 10:49:52
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01
પીએમ મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કહી આ વાત | 2024-10-31 09:30:40
પીએમ મોદીએ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યાં | 2024-10-31 09:12:12
નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઘરમાં જ કૂટણખાનું ચલાવતાં ઝડપાયો, નજારો જોઈ પોલીસ પણ ચોંકી- Gujarat Post | 2024-10-30 10:53:05
2 કરોડ રૂપિયા આપો, નહીં તો જાનથી મારી નાખીશું, ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી | 2024-10-30 10:43:25
ધનતેરસના દિવસે ભયંકર અકસ્માતમાં 12 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-10-29 21:53:45