- ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ
- ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માંગ કરાઈ
- સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યાં
સાબરકાંઠાઃ લોકસભા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતા ત્યારે રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપી ગયો છે. સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યાં હતા.
સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે વિરોધ કરી રહ્યાં છે. આ વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ગામડે ગામડે સુધી પહોંચ્યો છે, ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માગ બુલંદ બની છે. જોકે ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાની ઉમેદવારી પરત ન લેતા અસ્મિતા સંમેલનો યોજાઇ રહ્યાં છે ત્યાર હિંમતનગર ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજનો ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું.
અહીં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના પુરુષો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.આગામી સમયમાં ઉમેદવારી પરત નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ક્ષત્રિય સમાજના મહિલા આગેવાને કહ્યું કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેને લઈને આંદોલન ચાલી રહ્યું છે, આ આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે હિંમતનગર ખાતે યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ જોરદાર રોષ દેખાયો હતો.
રાજકોટ ખાતે ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં હાજરી આપવાના છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટ ખાતે પહોંચવું તે માટેનું આહવાન પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના કોર કમિટીના પ્રવક્તા કિરણસિંહ એક એવું પણ જાહેર કર્યું કે આપણા બાપદાદાઓ દ્વારા 576 નું રજવાડાઓ લોકશાહી માટે ભક્ષી દેવામાં આવ્યાં હતા એ જ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી રહી છે. ત્યારે રૂપાલા પોતાની એક ઉમેદવારી છોડવા તૈયાર નથી ત્યારે ક્ષત્રિય સમાજે હજુ વધુ ઉગ્ર આંદોલન કરવાની જરૂર છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ, કોંગ્રસ આગળ | 2024-11-23 09:54:07
રાજકોટમાં ગેમિંગના વ્યસને 20 વર્ષના યુવકનો જીવ લઇ લીધો, સ્યૂસાઇડ નોટમાં લખી આ વાત | 2024-11-23 09:16:06
સ્ટેટ GSTના રાજ્યવ્યાપી દરોડા, રૂ. 3 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ | 2024-11-22 21:07:27
આજીવન કેદની સજા રદ કરવા આસારામ બાપુએ કરી અરજી, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ- Gujarat Post | 2024-11-22 20:45:40
આવી રીતે થશે સનાતન ધર્મની રક્ષા ? ભવનાથના મહંત બનવા રૂપિયા 8 કરોડ આપ્યાંનો જૂના અખાડાનો પત્ર જાહેર થતાં ખળભળાટ | 2024-11-22 10:57:58
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
ACB ટ્રેપઃ ભાવનગરના આ પોલીસકર્મી 50 હજાર રૂપિયાની લાંચના છટકામાં ફસાયા | 2024-11-21 18:49:11
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56