Sat,21 September 2024,12:56 am
Print
header

BIG NEWS- કચ્છમાં મળી આવ્યો ડ્રગ્સનો મોટો જથ્થો, રૂ.800 કરોડથી વધુનું ડ્રગ્સ કરવામાં આવ્યું જપ્ત

કચ્છમાંથી 80 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 800 કરોડથી વધુ

કચ્છઃ ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયા કિનારેથી 80 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 800 કરોડ રૂપિયાથી વધારે છે.આરોપીઓ ડ્રગ્સનો સામાન છોડીને ભાગી ગયા હતા.આ જથ્થો કોકેઇનનો હોવાનું સામે આવ્યું છે. જેને કચ્છ પોલીસે જપ્ત કર્યો છે.

પૂર્વ કચ્છ પોલીસ એસપી સાગર બાગમારે જણાવ્યું કે કચ્છ જિલ્લાના પૂર્વ ભાગમાં ડ્રગ્સનો આ જંગી જથ્થો મળ્યો છે.પોલીસે 80 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે, આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું હતુ. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને તેમની ટીમે ડ્રગ્સ પકડી પાડ્યું છે.પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી હતી. આ ડ્રગ્સ દરિયા કિનારે ત્યજી દેવાયું હતું.કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ સાથે અન્ય એજન્સીઓ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

થોડા દિવસો પહેલા કચ્છમાંથી પોલીસે જખૌ કાંઠા નજીકના એક ટાપુ પરથી ડ્રગ્સના પેકેજ ઝડપી પાડ્યાં હતા. BSFએ એપ્રિલના મધ્યભાગથી 40 સમાન પેકેટો રિકવર કર્યા હતા, દરેકનું વજન લગભગ 1 કિલો છે. સ્પેશિયલ સર્ચ ઓપરેશનમાં BSFએ જખૌ કાંઠાથી લગભગ બે કિલોમીટર દૂર ખિદરત બેટમાંથી આ પેકેટો જપ્ત કર્યાં હતા અને હવે ફરીથી કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch