Sun,08 September 2024,10:30 am
Print
header

કચ્છઃ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, જખૌના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 10 કરોડની કિંમતના ડ્રગ્સના 10 પેકેટ મળ્યાં- Gujarat Post

(Image Source: @BSF_Gujarat)

કચ્છઃ સરહદી વિસ્તાર કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ડ્રગ્સના પેકેટ મળી આવ્યાં છે. મંગળવારે મોડી સાંજે જખૌના દરિયાઈ વિસ્તારમાં BSF જવાનો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યાં હતા. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. છેલ્લા દોઢ મહિનામાં જખૌ વિસ્તારમાંથી 192 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યાં છે. BSF સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દરિયાકાંઠે આવેલા ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલા ડ્રગ્સના પેકેટ દરિયાના મોજામાં તણાઈની કિનારે આવે છે.

કચ્છના દરિયાકાંઠેથી અનેકવાર પોલીસ, બીએસએફ અને કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. અગાઉ પણ અહીંના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી ડ્રગ્સ મળી ચૂક્યું છે. આ બધાની વચ્ચે BSFની ટીમ પણ સતત એલર્ટ છે, ફરી એક વખત કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેને લઈ ડ્રગ્સના ખેપિયા આ રૂટ પરથી સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Watch

Watch