Thu,31 October 2024,3:23 pm
Print
header

મુદ્રા પોર્ટ પરથી અંદાજે 100 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું, 68 લાખ ટેબ્લેટ જપ્ત

ટ્રામાડોલ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ઝડપાયું

કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું

કચ્છઃ ફરી એક વખત કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ફાઇટર ડ્રગ્સ તરીકે ઓળખાતા આ ડ્રગ્સનો જથ્થો નિકાસ કરવા માટે અહીં લાવવામાં આવ્યો હતો અને તેને એજન્સીએ જપ્ત કરી લીધો છે. આ કન્સાઇનમેન્ટ આફ્રિકામાં નિકાસ કરવાનું હતું, તે પહેલા કસ્ટમ વિભાગની ઇન્ટેલિજન્સ વિંગે તેને ઝડપી લીધું છે.

મુન્દ્રા કસ્ટમે રાજકોટના નિકાસકારના બે કન્સાઇનમેન્ટ અટકાવીને તેમાં તપાસ કરી તો તેમાંથી 68 લાખ જેટલી ટ્રામાડોલ ટેબલેટ હતી, જે ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા જેટલી થાય છે.

આ કન્સાઇન્મેન્ટ પશ્ચિમ આફ્રિકાના દેશો સિએરા લિઓન અને નાઇજર મોકલવાના હતા. જેને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતા અને તેની આડમાં ડ્રગ્સ વિદેશ મોકલવાનું હતુ, આ કેસમાં રાજકોટ સિવાય ગાંધીનગરમાં પણ એજન્સીએ તપાસ શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch