Sun,17 November 2024,4:55 am
Print
header

કચ્છમાં બનતી Salt Tablet ચીનને આપી રહી છે ટક્કર, વિદેશમાં છે ભારે માંગ

(Demo Pic)

કચ્છઃ અત્યાર સુધી સોલ્ટ ટેબલેટ એટલે કે સોડિયમ ક્લોરાઇડની ટિકડી પર ચાઇનીઝ ડ્રેગનની મોનોપોલી હતી પરંતુ હવે કચ્છના કેટલાક મેન્યુફેક્ચર્સ દ્વારા તેના પર તરાપ મારવામાં આવી છે. આવી ટેબલેટને ઉપયોગ પાણીના શુદ્ધિકરણ માટે થાય છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ચાઈનીઝ ટેબલેટનો પ્રતિ ટન ભાવ 180 થી 200 ડોલર છે, ભારતીય ટેબલેટ માત્ર 120 ડોલરમાં મળે છે. કચ્છના ત્રણ મેન્યુફેક્ચર્સ હાલ ઘરેલુ માર્કેટમાં આ ટેબલેટ પૂરી પાડે છે તેમની ટેબલેટની વિદેશમાં પણ સારી માંગ છે. વર્ષે આશરે 7 હજાર ટન ટેબલેટ યુકે, ફ્રાંસ, જર્મની ,ઈટાલી, યુરોપ, કતાર, સાઉદી અરેબિયા, દુબઈ સહિતના ગલ્ફ દેશોમાં મોકલવામાં આવે છે. ઉપરાંત સાઉથ આફ્રિકામાં પણ આ ટેબલેટની માંગ સારી છે.

યુરોપિયન, ગલ્ફ અને સાઉથ આફ્રિકન દેશોના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. જેને કારણે ચામડી અને વાળ ખરવાની સમસ્યા ઉભી થતી હોય છે.આ દેશોના મોટાભાગના ઘર અને હોટલોમાં સોલ્ટ ટેબલેટ વાળા વોટર સોફ્ટિંગ મશીનો લગાવેલા હોય છે.

ભારતમાં સોલ્ટ ટેબલેટના પ્રણેતા કહેવાતા અંજારના વિનોદ સોનીના કહેવા મુજબ, ભારતમાં દરિયાઈ પરિવહન ચાર્જ વધારે છે, જેને કારણે આ સેક્ટરના ગ્રોથ પર અસર પડે છે.હાલ અમે ચાઈનાને ટક્કર આપીએ છીએ અને આશરે 7 હજાર ટન ટેબલેટ પ્રતિ વર્ષ એક્સપોર્ટ કરીએ છીએ. પરંતુ ઉંચા દરિયાઈ પરિવહન ચાર્જને કારણે અમે વધારે એક્સપોર્ટ કરી શકતાં નથી. તાજેતરમાં થયેલા એક સંસોધન મુજબ યુરોપમાં 2026 સુધીમાં પાણીને સોફ્ટ બનાવવાનું માર્કેટ 840 મિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch