Fri,18 October 2024,11:50 am
Print
header

કચ્છઃ પરિણીત યુગલે ઘડ્યું ભયંકર કાવતરું, વૃદ્ધની હત્યા બાદ સળગાવી લાશ અને પછી...

કચ્છઃ ભૂજમાં સાથે રહેવા માટે એક પરિણીત યુગલે એક વૃદ્ધની હત્યા કરીને તેની લાશને સળગાવી નાખી હતી. તપાસ બાદ પોલીસે પરિણીત પ્રેમી-પ્રેમીકાની ધરપકડ કરી હતી. આ પ્રેમી યુગલે પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ભૂજમાં 5 જુલાઈના રોજ પરિણીત યુગલ અનિલ અને રામીએ ભાગી જવાની યોજના બનાવી હતી. આ બંનેએ પહેલા એકલા બહાર ફરી રહેલા વૃધ્ધાની હત્યા કરીને રામીના ઘરે લઈ ગયા અને લાશને સળગાવી દીધી હતી. જેથી પરિવારજનોને લાગે કે રામીએ આત્મહત્યા કરી છે અને બંને ભાગીને આરામથી જીવન જીવી શકે છે. પછી પ્લાન મુજબ અનિલ અને રામી ગામ છોડીને ભાગી ગયા હતા. એટલે કે રામીને મૃત બતાવવા માટે એક નિર્દોષની હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી.

પ્રેમી પોતાની પ્રેમિકાના ઘરની હાલત જાણવા ગામ પહોંચ્યો અને નાટક કર્યું

અનિલ તેની પ્રેમિકાના ઘરની હાલત જાણવા બીજા દિવસે ગામ પાછો આવ્યો હતો અને રામીના ઘરે જઈને  સ્થિતી પર નજર રાખી હતી. જ્યાં આખા પરિવારે રામીને મૃત માની લીધી હતી, કારણ કે રામીના કપડા બળેલા શરીર પર હતા. બાદમાં પ્રેમી પરત ફર્યો હતો, આ પછી બંને દ્વારકા પાસેના ગામમાં રોકાયા હતા. બે મહિના બાદ બંને ભૂજ પરત ફર્યાં હતા અને ત્યાં ભાડે રહેવા લાગ્યા હતા.

પિતા પાસે પહોંચીને સત્ય જણાવીને માફી માંગી

બંનેને અચાનક સમજાયું કે તેઓએ જે રીતે ભાગી જવાની યોજના બનાવી હતી તે ખોટી હતી. આ કારણે બંને 27 સપ્ટેમ્બરે રામીના પિતા પાસે ગયા અને તેમને આખી હકીકત જણાવી અને માફી માંગી હતી. ત્યારે રામીના પિતાએ તેની માફી નકારી કાઢી હતી. આ પછી બંનેએ આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી.

મંદિરમાં આત્મહત્યાની તૈયારીઓ શરૂ કરી

આત્મહત્યા કરતા પહેલા બંને તેમના પરિવારના કુળદેવીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે પહેલા રસ્તામાં એક દોરડું ખરીદ્યું હતું અને મંદિરમાં આત્મહત્યા કરવાની તૈયારી શરૂ કરી હતી. તે સમયે પોલીસે ત્યાં પહોંચીને બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. બંનેએ પોલીસને જણાવ્યું કે તેઓએ સાથે રહેવા માટે આખો પ્લાન બનાવ્યો હતો.

આ મામલે એસપીએ જણાવ્યું હતું

કચ્છ પશ્ચિમના એસપીએ જણાવ્યું કે જ્યારે બંને 27 સપ્ટેમ્બરના રોજ પાછા ફર્યાં હતા, ત્યારે તેઓ પરિવારને મળ્યાં હતા અને દિલગીરી વ્યક્ત કરીને માફી પણ માંગી હતી. આ પછી પરિવારે સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. પોલીસે તમામ માહિતી એકઠી કરીને બંનેને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે મૃતક વૃદ્ધ વ્યક્તિનો સ્કેચ બનાવીને તેની ઓળખ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન બંને પ્રેમીઓએ બધું જ કબૂલ્યું હતું, ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch