Tue,17 September 2024,1:49 am
Print
header

નેપાળમાં ત્રિશુલી નદીમાં બે બસો તણાઇ, 63 લોકો ગુમ થયાના અહેવાલ

કાઠમંડુઃ નેપાળમાં ખરાબ હવામાન લોકો માટે સમસ્યા બની ગયું છે. આજે સવારે મધ્ય નેપાળમાં મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરો ભરેલી બે બસો ત્રિશુલી નદીમાં તણાઇ ગઈ છે. તમામ લોકો ગુમ થયાના અહેવાલ છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી  જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર બંને બસોમાં ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યાં હતા. આ અકસ્માત સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ થયો હતો. ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સતત વરસાદને કારણે ગુમ થયેલી બસોને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે કાઠમંડુથી ભરતપુર, ચિતવનની તમામ ફ્લાઇટ્સ આજે માટે રદ કરવામાં આવી છે.

ખરાબ હવામાનને કારણે રાહત કાર્યમાં અવરોધો

સ્થાનિક વહીવટીતંત્ર અને રાહતકર્મીઓ ઘટના સ્થળે છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સતત વરસાદને કારણે ગુમ થયેલી બસોની શોધમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વીટ કર્યું હતું કે નારાયણગઢ- મુગલીન રોડ સેક્શન પર ભૂસ્ખલનમાં બસ તણાઇ જવાથી અને પૂર અને ભૂસ્ખલનને કારણે સંપત્તિને થયેલા નુકસાનના અહેવાલોથી હું ખૂબ જ દુઃખી છું. દેશના વિવિધ ભાગોમાં થયેલી તબાહીથી હું ખૂબ જ દુઃખી છું. હું ગૃહ પ્રશાસન સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ અને અસરકારક બચાવ કામગીરી હાથ ધરવાનો નિર્દેશ કર્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch