Thu,31 October 2024,4:50 pm
Print
header

અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર પાસે દારૂની મહેફિલ માણતાં પોલીસકર્મી સહિત 5 સામે ગુનો નોંધાયો- Gujarat Post

Ahmedabad News: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારીની માત્ર વાતો જ થાય છે, હવે પોલીસ હેડ કવાર્ટરની સામે જાહેરમાં ફૂટપાથ ઉપર જ દારૂ પીતા ચાર પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થતાં પોલીસની છબી ખરડાઈ છે. નવી પોલીસ કમિશનર કચેરી કાર્યરત થઈ રહી છે તેની સામે જ બનેલી ઘટના બાદ પોલીસ જાગી હતી અને તપાસના આદેશ આપ્યા હતા.

દશેરાના દિવસે આ ઘટના બનતાં પોલીસ કમિશનરે કાર્યવાહીના આદેશ આપી દીધા છે. દારૂની મહેફિલ માંડનાર ચાર પોલીસ કર્મચારી એ.એસ.આઈ. વિનોદ ડામોર, કોન્સ્ટેબલ અમિતસિંહ ગોલ, હેડ કોન્સ્ટેબલ જુજારભાઈ પગી અને કોન્સ્ટેબલ રાજુ બારિયાનો સમાવેશ થાય છે. પાંચમા આરોપી તરીકે બાઈક ઉપર આવેલા અને મહેફિલ સ્થળે હેરક ટિંગ સલૂન ચલાવતા સંજય નાઈ દર્શાવાયો છે. પાંચ આરોપી પૈકી એ.એસ.આઈ વિનોદ ડામોર અને હેરક ટિંગ સલૂન ચલાવતાં સંજયની ધરપકડ કરાઈ છે. ત્રણની શોધખોળ ચાલી રહી છે.

અમદાવાદમાં દશેરના દિવસે સવારના સમયે પોલીસ હેડ કવાર્ટરમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારીઓ ફૂટપાથ ઉપર બાઈક પાર્ક કરીને ઊભા હતાં અને વચ્ચે વચ્ચે દારૂના પેગ મારતાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch