ભાજપના નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણી હોવાનો જેની ઠુમ્મરે દાવો કર્યો
અમરેલીઃ હાલ રાજ્યમાં નવરાત્રીની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન વડોદરા, સુરત, રાપરમાં દુષ્કર્મની ઘટના બની હતી, હવે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે દુષ્કર્મને લઈને આપેલા નિવેદનથી અમરેલીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જેની ઠુમ્મરે કહ્યું કે, અમરેલીના લાઠી રોડ પર આવેલા વિશ્વાસ કોમ્પલેક્ષમાં દુષ્કર્મ કરાયું છે અને અહીં વેશ્યાવૃત્તિની પ્રવૃતિઓ ચાલી રહીં છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દિન પ્રતિદિન સલામતીના ધજાગરા ઉડી રહ્યાં છે. ભાજપના લોકોને કારણે દીકરીઓ પણ સલામત રહી નથી.
છડેચોક ખુલ્લા મેદાનમાં રહેણાંક વિસ્તારમાં વેશ્યાવૃતિ જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમાં શાસક પક્ષના આગેવાનો સંડોવાયેલા છે, તંત્ર પણ ફરિયાદ લઈ શકતું નથી. ભાજપને ઉભો કરવામાં જેનો મહત્વનો ફાળો છે તેવા મોટા આગેવાનોએ પ્રેસ નિવદન કરી તપાસ માંગવી પડે તે શરમજનક છે. તેમને ભાજપના સિનિયર નેતા દિલીપ સંઘાણીએ તપાસની માંગ કરી છે, તે વાત અહીં રજૂ કરી હતી.
અમરેલી શહેરમાં નવરાત્રી પર્વ દરમિયાન લાઠી રોડ ઉપર એક યુવા રાજકીય આગેવાન દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ બાદ દિલીપ સંઘાણીએ આ કેસમાં સંડોવાલેયા નેતા સામે કડક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. જેને લઈ જેની ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
જો કે અમરેલી પોલીસે આ મામલે તપાસ કરી છે અને કહ્યું છે કે જે મહિલાની વાત અહીં છે તેેમની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ દુષ્કર્મની થીયરી ખોટી છે, ત્યારે આ માત્ર કોંગ્રેસ દ્નારા આક્ષેપો કરવામાં આવ્યાં છે, તેવું સાબિત થઇ રહ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ભાવનગરના આ પોલીસકર્મી 50 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2024-11-21 18:49:11
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પેસેન્જર વાહન પર હુમલો, 28 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-21 18:38:33
રૂ.1 કરોડની છેતરપિંડી.. અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયા | 2024-11-21 15:25:35
ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન મોદી પણ સામેલ છે, રાહુલ ગાંધીના જોરદાર પ્રહાર | 2024-11-21 15:04:57
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત- Gujarat Post | 2024-11-21 13:11:15
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ? | 2024-11-20 11:37:26
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન ચાલુ, 4 રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી | 2024-11-20 09:14:13
ખડગેએ કહ્યું RSS અને ભાજપ ઝેરીલા, આ ઝેરી સાપને મારી નાખવો જોઈએ | 2024-11-18 09:01:38
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, દાહોદમાં ધારાસભ્યના પિતાએ નોકરી માટે માંગ્યા રૂપિયા 17 લાખ ! | 2024-11-20 08:34:12
ભગવાનના દરબારમાં મળ્યું મોત, વલસાડમાં શિવલિંગને જળ ચઢાવતા વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક | 2024-11-19 17:28:05