Thu,31 October 2024,1:57 pm
Print
header

Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી...

(Image Source: Reuters)

Vadodara News: વડોદરા શહેરના જવાહરનગર વિસ્તારમાં એક મહિલા તેના બાળક સાથે ફટાકડાં ફોડતી હતી. ત્યારે એક રોમિયો આવીને તેને ભેટી પડ્યો હતો. જેથી મહિલાએ તેને સબક શીખવાડી દીધો હતો.

જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા બનાવની વિગત એવી છે કે,એક મહિલા તેના બાળક સાથે ફટાકડા ફોડી રહી હતી.તે વખતે આસપાસના લોકો પણ હાજર હતા. બંને માતા-પુત્ર દિવાળીની ઉજવણીમાં મગ્ન હતા ત્યારે અચાનક એક શખ્સ મહિલાની નજીક આવ્યો હતો અને તે કંઇ સમજે તે પહેલાં તેને બાથ ભીડી શરીરે અડપલાં કરવા માંડયો હતો. મહિલાએ તેને ધક્કો મારીને દૂર કરી દેતા નરાધમ મારવા પાછો આવ્યો હતો, જેથી મહિલાએ કોલ કરીને અભયમને બોલાવી હતી.

અભયમની ટીમ આવી હતી અને બાદમાં પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી, પોલીસે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch