Thu,24 October 2024,7:44 am
Print
header

અમરેલીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધું, 24 કલાક બાદ પાંજરામાં કેદ

અમરેલીઃ જિલ્લામાં એક માનવભક્ષી સિંહણએ 5 વર્ષના બાળકને ફાડી ખાતા સમગ્ર પંથકમાં ડરનો માહોલ સર્જાયો છે. માહિતી મળતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ પછી ગ્રામજનોએ આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. બે-ત્રણ કલાકની શોધખોળ બાદ વન વિભાગની ટીમ અને ગ્રામજનોને મોડી રાત્રે માત્ર બાળકોના અવશેષો મળી આવ્યાં હતા. 24 કલાકની ભારે જહેમત બાદ માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવામાં આવી છે.

જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં સોમવારની મોડી રાત્રે લાલજીભાઈ જોલિયાનો પરિવાર રામકુભાઈ ખાખરાના ખેતરમાં કપાસનો પાક લઈ રહ્યો હતો અને તેમના બે બાળકો નજીકમાં રમતા હતા. દરમિયાન અચાનક એક સિંહણ અહીં આવી અને બે બાળકો પાસેથી પાંચ વર્ષના આરુષને લઇને  હતી. બે-ત્રણ કલાકની શોધખોળ બાદ બાળકના અવશેષો મળી આવ્યાં હતા

પાંચ વર્ષના બાળકને સિંહણના જડબામાં ફસાયેલો જોઈને અન્ય બાળક બૂમો પાડતા ભાગી ગયો હતો. આ અંગે લાલજીભાઈએ તાત્કાલિક ખેતર માલિક અને ગ્રામજનોને જાણ કરી હતી. ત્યારબાદ ગ્રામજનો એકઠા થયા હતા. આ પછી ગ્રામજનોએ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગના એસીએફ મારફત જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ વિભાગને કરી હતી. ટીમે ઘટના સ્થળે પહોંચીને બાળકની શોધખોળ હાથ ધરી હતી.

ACFએ જણાવ્યું કે હવે સિંહણને પકડવા માટે ગામની આસપાસ પાંજરું ગોઠવવામાં આવ્યું છે. જે બાદ 24 કલાકની મહેનત બાદ મંગળવારે વનવિભાગની ટીમે માનવભક્ષી સિંહણને પાંજરામાં પૂરી હતી. જાફરાબાદ રેન્જ અને ખાંભા રેન્જે સફળતાપૂર્વક સિંહણને પકડી લીધી છે. માનવભક્ષી સિંહણ પાંજરામાં ઝડપાતા જીકાદરીના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch