ખેડાઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદ અને સુરત શહેરમાં પરિસ્થિતિ બેકાબૂ થઈ છે. રાજ્યમાં સંક્રમણ વધતા ગામડાઓ વધુ સતર્ક થયા છે. બીજી તરફ, રાજ્યના કેટલાક ભાગોમાં લોકો જાતે જ સાવચેત બની રહ્યાં છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહી શકાય એ દિશામાં પગલાં ભરી રહ્યાં છે, અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ, આંશિક લોકડાઉન જેવા નિર્ણયો લેવાઇ રહ્યાં છે.
આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ, ચાંગા, પણસોરા, લિંગડા, બોદાલ અને કાસોર ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ખેડા જિલ્લાના ત્રણ તાલુકાનાં ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેમાં વસો તાલુકાના પીજ, કપડવંજ તાલુકાના તેલનાર, નિરમાલી, નડિયાદ તાલુકાના અલિન્દ્રા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં બપોર બાદ સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાદવામાં આવ્યું છે. ખાસ કરીને કપડંવજ તાલુકાના અનેક ગામોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અનેક લોકોના મોત પણ થયા છે.
દાહોદ જિલ્લાના બલૈયા ગામમા તારીખ 1થી 5 લોકડાઉન કરાયું હતું. ફતેપુરા તાલુકાના તાલુકા મથક ફતેપુરા, કરોડિયા પૂર્વ અને કાળિયા વલુનડામાં આજે 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં ટીકર, ધંધૂસર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે સાંતલપુરમાં પણ લોકડાઉન જાહેર કરવા અંગે બેઠક મળવાની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં વિવિધ એસોસિયેશન દ્વારા 12 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લીધો છે. જામનગરમાં મોટીબાણુગરમાં 1 અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે જામજોધપુરના ગોપમાં થોડા સમય પહેલાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું હતું. ભૂજના મુન્દ્રા તાલુકાના સાંઅઘોઘા ગામે 13 દિવસનું આંશિક લોકડાઉન ગ્રામપંચાયત દ્વારા લાદવામાં આવ્યું છે. કચ્છમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખી સમાઘોઘા ગામે સરપંચ દ્વારા 6થી 18 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા સુધી બજારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22