Mon,18 November 2024,3:55 am
Print
header

હિંમતનગરઃ કોરોના સંક્રમણ વધતા આ ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત

હિંમતગનરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન (Self lockdown) લગાવી દેવામાં આવ્યું છે. હિંમતનગર (Himatnagar)ના કાણીયોલ ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ગામમાં કોરોનાના કેસમાં વધારો થતા ગામ લોકોએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સવાર-સાંજ બે કલાક આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો શરૂ રહેશે. આજથી 7 દિવસ માટે ગામમાં લોકડાઉન રહેશે.અનેક ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા પંચાયતો દ્વારા સેલ્ફ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

મોરબી(Morbi)માં કોરોનાની અસરને લઈ વેપારીઓ દ્વારા સોમવાર 5 એપ્રિલથી બપોરે 2 વાગ્યા પછી બજાર બંધ રાખવાનો ફેંસલો લીધો છે. ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન, ખાદ્ય તેલ એસોસિએશન દ્વારા આ ફેંસલો લેવામાં આવ્યો છે. મોરબી જીલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને પગલે સ્વૈછિક નિર્ણય લોકો લઇ રહ્યા છે.

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640  કેસ નોંધાયા હતા વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા.રાજ્યમાં શુક્રવારે 2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારને પાર પહોંચી ગઈ છે. હાલ એક્ટિવ કેસ 13559 પર પહોંચ્યા છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21  ટકા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch