Thu,04 July 2024,3:15 pm
Print
header

રાહુલ ગાંધીનું સંબોધન રેકોર્ડમાંથી હટાવાયું, કહ્યું- મોદીજીની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે પરંતુ વાસ્તવિકતામાં સત્યને ભૂંસી શકાતું નથી

રાહુલ ગાંધીએ સંબોધન રિસ્ટોર કરવા લોકસભા સ્પીકરને લખ્યો પત્ર

જે રીતે મારા ભાષણનો નોંધપાત્ર ભાગ હટાવી દેવાની કાર્યવાહી કરવામાં આવી તે જોઈને આઘાત લાગ્યો છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી છે. રાહુલે પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી.પોતાના ભાષણમાં કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા, નફરત-દ્વેષ કરે છે. પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.

સોમવારે રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે પ્રથમ ભાષણ આપ્યું હતું. ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા, નફરત અને જૂઠ ફેલાવતા રહે છે.તેઓ બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે વ્યક્તિએ સત્યની સાથે ઊભા રહેવું જોઈએ અને સત્યથી ક્યારેય પીછેહઠ ન કરવી જોઈએ. અહિંસા ફેલાવવી ન જોઈએ. જ્યારે પીએમ મોદીએ રાહુલના નિવેદન પર વાંધો ઉઠાવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ભાજપને હિંસક કહ્યું છે, નરેન્દ્ર મોદી સંપૂર્ણ હિન્દુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. આરએસએસ એ સમગ્ર હિન્દુ સમાજ નથી.રાહુલે સંસદમાં ભગવાન શિવનો ફોટો બતાવીને ઉદાહરણ આપ્યું હતુ.

રાહુલ ગાંધીએ લોકસભાની કાર્યવાહીમાંથી તેમના ભાષણના અંશો હટાવવા પર પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે, 'મોદીજીની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે પરંતુ વાસ્તવમાં સત્યને ભૂંસી શકાતું નથી. મેં જે કહ્યું અને મારે જે કહેવું હતું, મેં કહ્યું, એ સત્ય છે, હવે તેઓ જે ભૂંસી નાખવા માગે છે, તે ભૂંસી નાખો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch