(Demo Pic)
પોતાના જ અશ્લીલ ફોટા જોઈને ચોંકી ઉઠેલી મહિલાએ ફોન સ્વીચ ઓફ કરી દીધો
મહિલાએ મદદ માટે મહિલા પાવર લાઇન પર ફરિયાદ કરી પણ ફાયદો ન થયો
લખનઉ: એક હેકરે મડિયાવ (Madiyav) વિસ્તારમાં રહેતી એક મહિલાનો મોબાઈલ હેક (Mobile Hack) કરીને વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને મેસેજ મોકલ્યાં હતા.આ જોઈને પીડિત મહિલાએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો. બાદમાં આરોપીએ અશ્લીલ ફોટો ફેસબુક પર અપલોડ કરી નાખ્યા હતા.
પીડિતાએ મહિલા પાવર લાઇન (1090) પર આ અંગે ફરિયાદ કરી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો, આખરે કંટાળીને પીડિતા મડિયાવ પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના જણાવ્યાં અનુસાર, હેકરે તેનો મોબાઈલ ફોન હેક કરીને વોટ્સએપ પર અશ્લીલ ફોટા મુક્યા અને મેસેજ મોકલવાનું શરૂ કર્યું.
પહેલા તો તેણે આ વાતની અવગણના કરી. પરંતુ 6 જાન્યુઆરીથી થોડા દિવસો પછી તેણે સતત અશ્લીલ ફોટા મોકલવાનું શરૂ કર્યું. પરેશાન થઈને તેણે વુમન પાવર લાઇન (1090)ને ફરિયાદ કરી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી તેણે ડરના કારણે ત્રણ દિવસ સુધી મોબાઈલ ફોન બંધ રાખ્યો હતો. દરમિયાન હેકરે ફેસબુક પર અશ્લીલ ફોટો અપલોડ કર્યો હતો ઈન્સ્પેક્ટર મડિયાનવ વીરસિંહના જણાવ્યાં અનુસાર પીડિતાની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ સાયબર ક્રાઈમ સેલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40