Sat,21 September 2024,8:24 am
Print
header

અમદાવાદમાં વધુ એક અકસ્માત, બાળકને સ્કૂલે મૂકવા જતી મહિલાને લકઝરી બસે મારી ટક્કર- Gujarat Post

અમદાવાદઃ શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાયપુર વિસ્તારમાં માંડવીની પોળ નજીક અકસ્માતની ઘટના બની છે. પોતાના બાળકને શાળાએ મૂકવા જતી મહિલાને લકઝરી બસે ટક્કર મારી હતી. જેમાં મહિલાને માથામાં ઇજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે બાળકને પગમાં ફેક્ચર થયું હતું. Gj25-UO 811 નંબરની તુલસી ટ્રાવેલની બસના ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.

શહેરમાં ગઈકાલે એક કાર ચાલકે બીએમડબલ્યુથી અકસ્માત સર્જયો હતો. અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યાં હોય તેમ સેટેલાઈટ વિસ્તારમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ અલગ-અલગ જગ્યાએ કારને અથડાવી હતી અને અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. કાર ચાલકનું નામ કમલેશ બિશ્નોઈ છે. હાલ આ ઘટનાને પગલે સેટેલાઈટ પોલીસ દ્વારા BMW કારના ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટનાના બે દિવસ પહેલા જ શહેરના બોપલ વિસ્તારમાં એક કાર ચાલકે બાઈકસવારને અડફેટે લીધો હતો.બાઈકને પાછળથી ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યું થયું હતું. ઉપરાંત શહેરના ખાનપુર વિસ્તારમાં પણ એક કારનો અકસ્માત સામે આવ્યો છે.જેમાં કારની ટક્કરથી બે લોકોને ઈજાઓ પહોંચી હોવાની ઘટના બની છે.

થોડા દિવસો પહેલા મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ પુરપાટ ઝડપે કાર ચલાવીને બાંકડાને ટક્કર મારી હતી, ત્યાર બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. જો કે આ બાંકડા પર બેઠેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તેના એક દિવસ પહેલા જ તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર કારની ટક્કરથી 9 લોકોનો ભોગ લીધો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch