Sat,16 November 2024,3:22 pm
Print
header

પતિની આંખમાં એસિડ નાંખીને જીજા સાથે ભાગી ગઇ બે બાળકોની મા– Gujarat Post

(SP ઓફિસે અરજી કરવા આવેલો પતિ અને તેનો પરિવાર)

ગ્વાલિયર: મધ્યપ્રદેશના (Madhya Pradesh) છતરપુર (Chhatarpur) જિલ્લામાં એક મહિલા તેના પતિની આંખોમાં એસિડ (Acid) નાંખીને જીજા સાથે ફરાર થઈ ગઈ છે.મહિલા તેના બે માસૂમ બાળકોને છોડીને જતી રહી હોવાથી પતિ અને પરિવારના સભ્યો હવે ચિંતિત છે. આ મામલો છતરપુર જિલ્લાના પોલીસ સ્ટેશન કોતવાલી સ્થિત નવા વિસ્તારનો છે.

શેખ રફીકે જણાવ્યું કે તેની પત્ની બાળકોને છોડીને જીજા સાથે ભાગી ગઈ છે. રફીકે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા તેના લગ્ન ટીકમગઢ જિલ્લાના પલેરા તાલુકાના લારોગ ગામમાં થયા હતા.લગ્નથી બે પુત્રો છે, જેમની ઉંમર સાડા ચાર વર્ષની છે. પીડિતે જણાવ્યું કે મારી પત્ની થોડા દિવસો પહેલા લગ્ન પ્રસંગ માટે તેના મામાના ઘરે ગઈ હતી.

6 ફેબ્રુઆરીના રોજ પત્ની તેની આંખોમાં એસિડ નાખીને બાળકોને છોડીને તેના જીજા રશીદ સાથે ભાગી ગઈ હતી.ફરિયાદી રફીકનું કહેવું છે કે તે ફરિયાદ કરવા છતરપુર એસપી ઓફિસ આવ્યો હતો, પરંતુ છતરપુર પોલીસે અરજી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.હાલમાં ફરિયાદી તેની વૃદ્ધ માતા, બે પુત્રો અને ભાઈ સાથે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો છે. પોલીસે ફરિયાદીની ફરિયાદ પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ઉપરાંત મહિલાનો કોઇ પત્તો નથી. તેના બાળકો નિરાધાર બન્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch