Mon,18 November 2024,6:04 am
Print
header

પોલીસ ઈન્સ્પેક્ટરે મહિલા અધિકારીનો આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયા પર કર્યો પોસ્ટ..

પ્રતિકાત્મક તસવીર

ઈન્દોરઃ મધ્યપ્રદેશમાં એક પોલીસ ઈન્સ્પેક્ટરને સોશિયલ મીડિયા પર મહિલા રેવન્યૂ અધિકારીનો ફોટો પોસ્ટ કરવો મોંઘો પડ્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરની મહિલા અધિકારીનો આપત્તિજનક ફોટો પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મળવી વિગત મુજબ બંને વચ્ચે એક જૂનો વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈને ઈન્સ્પેક્ટર શિશિર દાસ મહિલા અધિકારીને રાજીનામું આપવા દબાણ કરતા હતા.

એએસપી સમીર યાદવે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મહિલાની ફરિયાદ બાદ શિશિર દાસની ધરપકડ કરી લેવામાં આવી છે.તેની સામે આઈપીએસ અને આઈટી એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દતિયા પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ ઈન્સ્પેક્ટર શિશિર દાસે સીહોરમાં પોસ્ટેડ મહિલા રેવન્યૂ અધિકારીનો આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે બાદ પોલીસ વિભાગમાં હંગામો મચી ગયો હતો

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch