હત્યારાએ છ હત્યા કર્યાની કબૂલાત કરી
એવા સિક્યોરિટી ગાર્ડ્સને ટાર્ગેટ કરતો હતો જેઓ ડ્યુટી દરમિયાન સૂઈ જતા હતા
ભોપાલઃ પોલીસે સિરિયલ કિલરની ધરપકડ કરી લીધી છે, ચોકીદારોને નિશાન બનાવનાર સિરિયલ કિલર શિવ ધુર્વે સાગરમાં ચાર ચોકીદારોની હત્યા કર્યાં બાદ ભોપાલમાં પાંચમી હત્યા કરી હતી, હત્યારો શિવ ઘ્રુવ સાગર જિલ્લાના કેસલીનો રહેવાસી છે. તેણે ગોવામાં નોકરી પણ કરી છે. ચાર ચોકીદારોનું માથું કાપીને હત્યા કરનાર સિરિયલ કિલરની ભોપાલના બૈરાગઢથી ધરપકડ કરવામાં આવી છે. તેણે કુલ 6 લોકોની હત્યા કર્યાનું કબૂલ્યું છે.
પોલીસે જણાવ્યું કે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. ગૃહમંત્રીએ કહ્યું કે ખૂબ જ મુશ્કેલ કામ હતું, પોલીસને અભિનંદન, મોબાઈલના લોકેશનથી અને સીસીટીવીથી આરોપી ઝડપાયો છે, તે સીરિયલ કિલર છે.
ભોપાલમાં સિક્યોરિટી ગાર્ડની હત્યાનો વીડિયો વાયરલ
ઉંઘી રહેલા ચોકીદારની હત્યા કર્યાં બાદ સીરિયલ કિલર લાશ પાસે લાંબો સમય બેસી રહ્યો હતો. વીડિયોમાં જોવા મળ્યું છે કે તે પહેલા મોટા હથિયારથી હુમલો કરે છે, પછી નાના હથિયારનો ઉપયોગ કરીને ચોકીદારને મોતને ઘાટ ઉતારે છે.
હત્યારો ફરજ પર સૂઈ રહેલા સુરક્ષાકર્મીઓને મારવાના મિશન પર હતો. હત્યારાની ઓળખ શિવપ્રસાદ તરીકે થઈ છે. તે કેસલી, સાગરનો રહેવાસી છે. તેણે કહ્યું કે તે સુરક્ષા ગાર્ડની હત્યા કરવાના મિશન પર હતો. તે એવા સિક્યોરિટી ગાર્ડ્સને ટાર્ગેટ કરતો હતો જેઓ ડ્યૂટી દરમિયાન રાત્રે સૂઈ જતા હતા. 250 પોલીસ કર્મચારીઓની 10 ટીમ તેને શોધી રહી હતી.
નોંધનિય છે કે 18 વર્ષના આ શખ્સે 72 કલાકમાં 3 હત્યા કરી દીધી હતી, તેનો ઈરાદો હતો KGF રોકી ભાઈ બનવાનો, તે આ મુવી જોઇને હત્યાઓ કરવા નીકળ્યો હતો, તે ડોન બનવા માંગતો હતો, જેથી જ તેને આ હત્યાઓ કરી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32