Fri,15 November 2024,5:55 pm
Print
header

પનવેલથી પ્રતિબંધિત સંગઠન PFI ના ચાર કાર્યકર્તાઓની મહારાષ્ટ્ર ATS એ કરી ધરપકડ- Gujarat Post

(file photo)

પનવેલઃ મહારાષ્ટ્ર પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે રાયગઢ જિલ્લાના પનવેલમાંથી પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના ચાર સભ્યોની ધરપકડ કરી લીધી છે. પ્રતિબંધ હોવા છતાં આ લોકો દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યાં હતા.

એટીએસના જણાવ્યાં અનુસાર ધરપકડ કરાયેલા લોકોમાં પ્રતિબંધિત સંગઠનના સ્થાનિક સભ્ય, સ્થાનિક એકમના સચિવ અને અન્ય બે કાર્યકરોનો સમાવેશ થાય છે. તેઓ પનવેલમાં કોઈ ગતિવિધિ કરી રહ્યાં હોવાની માહિતી મળ્યાં બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. ચારેયની મુંબઈમાં એટીએસના કાલાચોકી યુનિટમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે ગયા મહિને પીએફઆઈ અને તેના કેટલાક સહયોગીઓ પર આઈએસઆઈએસ જેવા વૈશ્વિક આતંકી જૂથો સાથે સંબંધ હોવાનો આરોપ લગાવીને પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. ગયા મહિને પીએફઆઈ સાથે કથિત રીતે સંકળાયેલા 250 થી વધુ લોકોની જુદા જુદા રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch