Thu,21 November 2024,12:17 pm
Print
header

મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ?

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ ચૂંટણીઓ, શાસક 'મહાયુતિ' ગઠબંધન સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) સત્તામાં પાછા ફરવાની આશા રાખી રહ્યું છે. તમામ 288 વિધાનસભા બેઠકો પર મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતગણતરી 23 નવેમ્બરે થશે. ઝારખંડમાં બીજાનું મતદાન ચાલી રહ્યું છે.

મતદાનની ધીમી ગતિ

મહારાષ્ટ્રમાં સવારે મતદાનની ગતિ ઘણી ધીમી હતી. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે સવારે 9 વાગ્યા સુધી રાજ્યમાં માત્ર 6.61 ટકા મતદાન થયું હતું. બીજી તરફ ઝારખંડમાં બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 12.71 ટકા મતદાન થયું છે.

સચિને પરિવાર સાથે કર્યું વોટિંગ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે પત્ની અંજલિ તેંડુલકર અને પુત્રી સારા તેંડુલકર સાથે મતદાન કર્યું હતું. પોતાનો મત આપ્યા બાદ સચિને કહ્યું, હું લાંબા સમયથી ભારતના ચૂંટણી પંચનો ચહેરો છું. હું દરેકને મતદાન કરવાની અપીલ કરું છું. તે આપણી જવાબદારી છે. હું દરેકને મતદાન કરવા ઘરની બહાર નીકળો અને મત આપવાની વિંનતી કરું છું.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં તેમના પરિવાર સાથે મતદાન કર્યા પછી કહ્યું, વ્યવસ્થા ઘણી સારી હતી. હું ભારતના ચૂંટણી પંચ અને મુંબઈના ચૂંટણી અધિકારીઓને ખૂબ જ સરળ મતદાન માટે અભિનંદન આપવા માંગુ છું.   

ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch