Mon,18 November 2024,8:13 am
Print
header

આખરે શું છે કનેક્શન ? ટિકટોક સ્ટાર પૂજાની આત્મહત્યા પછી ઉદ્ધવ સરકારના મંત્રીએ આપવું પડ્યું રાજીનામું

મુંબઇઃ ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણની આત્મહત્યા પછી મહારાષ્ટ્રમાં રાજનીતિ તેજ બની રહી છે. આ મામલે હવે ઉદ્ધવ સરકારના વનમંત્રી સંજય રાઠોડે રાજીનામું આપી દીધું છે તેમના અને પૂજાના ફોટા વાઇરલ થયા પછી પૂજાની આત્મહત્યા સાથે રાઠોડનું નામ જોડાયું હતુ ભાજપે પણ આ મામલે ઉદ્ધવ સરકાર સામે પ્રહાર કર્યા છે અને ચીમકી ઉચ્ચારી છે કે દોષિત સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવશે.

ભાજપે હવે આ મામલો ઉછાળીને વિધાનસભા સત્ર ન ચાલવા દેવાની ધમકી આપી છે જો કે ઉદ્ધવ સરકારે આ કેસની નિષ્પક્ષ તપાસ કરવાની વાત કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આરોપ છે કે સંજય રાઠોડને ઉદ્ધવ સરકાર બચાવી રહી છે. નોંધનિય છે કે 22 વર્ષીય પૂજા ચવ્હાણે પૂણેમાં એક બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને આ ઘટનામાં રાઠોડ સામે પુરાવા હોવાના ભાજપના આરોપ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch