Sat,16 November 2024,12:23 pm
Print
header

જૂનાગઢમાં યોજાશે મહા શિવરાત્રીનો મેળો, કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત - Gujarat Post

અગાઉ કોરોનાને કારણે બંધ હતો શિવરાત્રીનો મેેળો 

જૂનાગઢ: શિવભક્તો માટે ખુશીના સમાચાર છે.જૂનાગઢના ભવનાથમાં યોજાતા શિવરાત્રીના (Mahashivratri) મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે.કોરોનાને કારણે છેલ્લા બે વખતથી આ મેળો ભક્તો માટે યોજાયો ન હતો. આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ મેળો યોજવા માટે પરવાનગી આપે તેવી સંભાવના હતી, જેમાં આજે જૂનાગઢ કલેક્ટરે મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે.

જૂનાગઢના કલેક્ટરે સાધુ સંતો, ધારાસભ્યો, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ સાથે બેઠક કરી હતી, સ્થિતિની સમીક્ષા કર્યાં બાદ મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે. આ બેઠકમાં નક્કી થયા પ્રમાણે મેળાના આયોજન માટે અલગ અલગ સમિતીઓ બનાવવામાં આવશે, તંત્ર દ્વારા એવો દાવો કરાયો છે કે અત્યાર સુધીનો આ સૌથી સારો મેળો હશે.

મહા શિવરાત્રીના મેળાને લઈને છેલ્લા થોડા દિવસોથી જૂનાગઢમાં ધીમે ધીમે ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. બે વર્ષ પછી યોજાતા મેળાને લઈને હવે ભવનાથમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મનપાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી કે આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજીત થવો જોઇએ, આ મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે,  મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે. મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે લોકોને મંજૂરી આપવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch