Sat,16 November 2024,10:25 am
Print
header

મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ: સીટની રચના કરાઈ, 7 બિલ્ડર સામે ગુનો નોંધાયો- Gujarat post

રાજકોટઃ કડવા પાટીદાર અગ્રણી, ક્લબ યુવી સંસ્થાના ચેરમેન અને વકીલ મહેન્દ્ર ફળદુની આત્મહત્યાને લઈ ખળભળાટ મચી ગયો છે. પોલીસે મોત માટે મજબૂર કરનાર 7 બિલ્ડર સામે ગુનો દાખલ કરી દીધો છે. રાજકોટના 2 અને અમદાવાદ ઓઝોન ગ્રુપના 5 લોકો સામે મૃતક મહેન્દ્રભાઈના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી. સીટની રચના કરીને ચાર ટીમો દ્રારા અમદાવાદ, રાજકોટ માં આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. 2007થી 2022 વચ્ચે  મૃતક મહેન્દ્રભાઈની જમીનના કરોડો રૂપિયા ઓઝોન ગ્રુપે ફસાવી દીધા હતા, રાજકોટના કડવા પાટીદાર અગ્રણી, જાણીતા એડવોકેટ, બિલ્ડર ઉપલેટાના ઝાંઝમેર ગામના વતની મહેન્દ્રભાઈ કેશવલાલ ફળદુ (ઉ.વ.55)એ પોતાની ઓફિસમાં આત્મહત્યા કરી લીધી હતી. 

રાજકોટ પોલીસે મનસુખભાઈ એમ.સુરેજા, અમિત જયમલભાઈ ચૌહાણ અમદાવાદ ઓઝોન ગ્રુપના ડિરેકટર, બિલ્ડર દીપક મણિલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને અતુલ મહેતા સામે છેતરપિંડી-જાનથી મારી નાખવાની ધમકી આપવી, આપઘાત કરવા મજબૂર કર્યાં મામલે કેસ દાખલ કર્યો છે.

ફરિયાદમાં મુકાયેલા આરોપમાં મહેન્દ્રભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યૂસાઈડ નોટ, મોબાઈલ મેસેજ વર્ણવેલી વિગતોનો ઉલ્લેખ કરાયો છે. મહેન્દ્રભાઈ નક્ષત્ર-3 બિલ્ડિંગમાં ત્રીજા માળે  204 અને 205 નંબરની ઓફિસમાં કલ્પતરૂ પ્રોપર્ટીઝ નામથી ઓફિસ ધરાવતા હતા. તેઓ ત્રણ ભાઈઓમાં મોટા હતા, તેમના બે ભાઈઓ રમેશભાઈ તથા શૈલેષભાઈ પણ તેમની સાથે ધંધામાં જ હતા. 2007માં અમદાવાદના બાવળાના બલદાણા ગામમાં તસ્કની બીચ-સીની પાંચ લાખ વાર જમીનના પ્રોજેકટમાં મહેન્દ્રભાઈએ પોતે જમીન લીધી હતી અને પરિવારજનોને પણ જમીન અપાવી હતી, તેમને ઓઝોન ગ્રુપ સાથે આ બિઝનેસ કર્યો હતો.આ પ્રોજેકટના ભાગીદારો, ડાયરેકટરો એમ.એમ. પટેલ (મનસુખ સુરેજા), અમિત જયમલભાઈ ચૌહાણ તથા અતુલ મહેતા હતા. બાદમાં આ પ્રોજેકટમાં ઓઝોન 5ના અમદાવાદના દીપક મણિલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ તથા પ્રકાશ ચંદુલાલ પટેલ જોડાયા હતા. આ પ્રોજેકટમાં મહેન્દ્રભાઈએ પોતાની 48000 વાર અને ગ્રુપમાં મળીને દોઢ લાખ વાર જમીન લીધી હતી અને જેનું પુરું પેમેન્ટ ચૂકવી આપ્યું હતું. પરંતુ લાંબો સમય થવા છતાં પ્રોજેકટના સાતેય ભાગીદારો, ડાયરેકટરો દ્રારા દસ્તાવેજો કરી અપાતા ન હતા કે રકમ પણ પરત આપતા ન હતા.મહેન્દ્રભાઈએ પોતાના થકી નાણાં રોકનારાઓને રકમ પરત આપી હતી. પ્રોજેકટમાંથી રકમ પરત ન મળતા રૂ.  33 કરોડ ફસાઈ ગયા હતા.

મહેન્દ્રભાઈએ પોતાની પાસેથી ઉપરાંત રોકાણકારોને ચૂકવવાની રકમ પરત કરી દીધી હતી. પ્રોજેકટના સાતેય વ્યકિતઓ દ્રારા પોતે આર્થિક ભીંસમાં આવી ગયા છે. નાણાં પરત કરો અથવા દસ્તાવેજ કરી આપોની વારંવાર વિનંતી કરી હતી. તેમ છતાં આરોપીઓ દ્રારા નેતાઓ,આઈપીએસ અધિકારી ભાગીદાર હોવાના અને તેમની ઓફિસે બેઠક ધરાવતા હોવાના કે અંગત સંબંધો હોવાનું કહીને ધમકાવતા હતા. જેમાં આખરે ત્રાસીને મહેન્દ્રભાઇએ આ પગલું ભર્યું છે. આ બનાવની ગંભીરતાને લઈને ઈન્ચાર્જ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ દ્રારા સીટની રચના કરવામાં આવી છે. ડીસીપી એમ.એન.જાડેજા, એસીપી દિયોરાના સુપરવિઝન હેઠળ સમગ્ર કેસની  તપાસ શરૂ કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch