Sat,21 September 2024,12:55 am
Print
header

ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post

કેનેડા સરકારે હિન્દુઓને સુરક્ષાની આપી ખાતરી

ખાલિસ્તાનીઓએ હિન્દુઓને કેનેડા છોડવા આપી છે ધમકી

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતે હાલમાં કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે મહિન્દ્રા ગ્રુપે પણ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. આનંદ મહિન્દ્રાની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડામાં તેની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીએ તેની કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન, કેનેડાને સ્વૈચ્છિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં M&& નો 11.18 ટકા હિસ્સો હતો. મહિન્દ્રાએ કહ્યું કે આ સાથે, રેસનનું ઓપરેશન બંધ થઈ ગયું છે, ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ હેઠળ, 20 સપ્ટેમ્બર, 2023 થી તેને તેની સાથે કોઈ લેવાદેવા નથી. રેસનના લિક્વિડેશન પર, કંપનીને 4.7 કેનેડિયન ડોલર મળશે, જે ભારતીય ચલણમાં રૂ. 28.7 કરોડ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આ નિર્ણયથી કેનેડાને મોટો ફટકો પડ્યો છે.  

ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિંદુઓને કેનેડા છોડવા ધમકી આપી છે ત્યારે તેની પ્રતિક્રિયા જોવા મળી હતી, હિંદુ સંગઠનોએ સરકારને પત્ર લખીને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય હિંદુ સાંસદ ચંદ્ર આર્યએ પણ કહ્યું કે આ રીતે વાત કરવી એ કેનેડાની સંસ્કૃતિનું અપમાન છે અને ટ્રુડ્રો સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

કેનેડા સરકારે કહ્યું કે દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી. વીડિયોમાં હિંદુઓને કેનેડા છોડવાનું કહેવામાં આવ્યું છે, તે કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. આ અમારી મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે. અમે માત્ર બહુ-ધાર્મિક સંસ્કૃતિમાં જ માનતા નથી પરંતુ પાયાના સ્તરે તેનું પાલન પણ કરીએ છીએ. કોઈપણ પ્રકારની ઉશ્કેરણી, ધાકધમકી માટે કેનેડામાં કોઈ સ્થાન નથી. અમે કેનેડાને વિભાજીત કરતી કોઇ પણ વાતને સમર્થન આપતા નથી. અમે દરેક કેનેડિયન નાગરિકને એકબીજાનું સન્માન કરવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરીએ છીએ, દરેક કેનેડિયન નાગરિક સંપૂર્ણપણે સુરક્ષિત છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch