Sun,08 September 2024,8:49 am
Print
header

નાઇજીરીયામાં મોટો અકસ્માત, શાળાની ઇમારત તૂટી પડતા 22 વિદ્યાર્થીઓનાં મોત, 100 થી વધુ ઘાયલ

અબુજાઃ ઉત્તર-મધ્ય નાઈજીરિયામાં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બે માળની શાળા ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે વર્ગો ચાલી રહ્યાં હતા. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયા છે, જ્યારે 100થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.

ક્લાસ ચાલુ હતો ત્યારે બિલ્ડીંગ ધરાશાયી થઈ

વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પઠાર રાજ્યના બુસા બુજી સમુદાયની સેન્ટ્સ એકેડમી કોલેજમાં પહોંચ્યા હતા. વર્ગો શરૂ થયાની થોડી જ વારમાં શાળાનું મકાન ધરાશાયી થયું હતું.  અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા 15 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો હતા. પોલીસના જણાવ્યાં અનુસાર કુલ 154 વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તેમાંથી 132ને બચાવી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે.

બચાવકર્મીઓ સ્થળ પર તૈનાત

નાઈજીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ તરત જ બચાવ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ સુરક્ષા દળોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. તાત્કાલિક તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે સરકારે હોસ્પિટલોને દસ્તાવેજો અથવા ચૂકવણી વિનાની સારવારને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે.

ઘટના સ્થળે બૂમાબૂમ થઇ ગઇ હતી

અકસ્માત બાદ ગામના લોકો શાળામાં દોડી આવ્યાં હતા. અહીં હાજર લોકોમાં ચીસા ચીસા પડી હતી, લોકો મદદ માટે આવી રહ્યાં હતા.આ સિવાય બચાવકર્મીઓ કાટમાળની અંદરથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરિયામાં ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની ગઈ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch