Sun,17 November 2024,7:16 am
Print
header

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની આશંકા, ભારે વરસાદથી મગફળી અને કપાસનાં પાકને નુકસાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર પંથકમાં પહેલા તૌકતે વાવાઝોડું અને બાદમાં વરસાદ ખેંચાતા ખેડુતોના હાલ બેહાલ થયા હતા. હવે ચોમાસાનો અંત પણ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે. સિઝનના અંતિમ સમયમા વરસાદ વિનાશ નોતરી રહ્યો છે. ગીરપંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે. મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે, તેને બહાર કાઢે તે પહેલા જ ધોધમાર વરસાદને કારણે હજારો હેકટર મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કપાસ,મગફળી અને  જુવાર સહિતના પાકોને મોટું નુકસાન થયાની ભીતિ છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલીયા વિસ્તારને અતિવૃષ્ટિ જાહેર કરવાની માંગ સાથે ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભારે વરસાદને કારણે પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. સતત વરસાદને કારણે રાજયના તમામ જળાશયોમાં પાણીની આવક થઈ છે.  હાલમાં રાજ્યમાં 115 જળાશયો હાઈ એલર્ટ પર છે.અન્ય 9 જળાશયો એલર્ટ પર મુકાયા છે.

ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં 140 રસ્તાઓ બંધ હાલતમાં છે. અમદાવાદમાં 3, સુરતમાં 1 સ્ટેટ હાઈવે, વડોદરામાં 16 અને ભરુચમાં 12 રસ્તાઓ બંધ છે. નર્મદામાં 11 રસ્તા થયા બંધ છે.રાજકોટમાં 2 સ્ટેટ હાઈવે સહિત 21 રસ્તા બંધ છે. 57 ગામમાં વીજપૂરવઠો ખોરવાયો છે. 2 હજાર 56 જેટલા વીજ પોલને રિપેર કરવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch