Thu,21 November 2024,6:36 pm
Print
header

પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, રશિયા સહિત 11 દેશોના રાજદૂતોના કાફલામાં બોમ્બ બ્લાસ્ટથી કરાયો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 11 દેશોના રાજદ્વારીઓના કાફલા પર આતંકી હુમલો થયો છે. આ હુમલો રવિવાર થયો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી.

આતંકવાદીઓએ વાનને રિમોટ કંટ્રોલ બોમ્બથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. અન્ય ચાર ઘાયલ છે. ઘાયલોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે.

વાન કાફલામાં સૌથી આગળ હતી

જિલ્લા પોલીસ અધિકારીએ કહ્યું કે આ હુમલો વિદેશી રાજદ્વારીઓના સમૂહને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે. ઘાયલોમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલામાં સૌથી આગળ હતી.

બધા રાજદૂતો સુરક્ષિત

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્લામાબાદ મોકલી દેવામાં આવ્યાં છે. તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી તેઓ માલમ જબ્બા જઈ રહ્યાં હતા. ત્યારે આ વિસ્ફોટ શેરાબાદમાં થયો હતો. કાફલામાં તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા સહિત 11 દેશોના રાજદૂતો સામેલ હતા.

રાષ્ટ્રપતિએ હુમલાની નિંદા કરી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી છે. ઝરદારીએ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો

2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યાં બાદ પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનોએ વધુ જોર પકડ્યું છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝના ડેટા અનુસાર, બંને પ્રાંતોમાં ગયા મહિને ઘાતક હુમલાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch