Sun,30 June 2024,5:21 pm
Print
header

હવે માલદીવનો સૂર બદલાયો, ભારત વિશે કહી આ મોટી વાત

બેઇજિંગઃ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં રહેલી કડવાશ હવે દૂર થતી જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થઈ રહ્યાં છે અને તેનું સૌથી મોટું કારણ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુના વલણમાં દેખાતો ફેરફાર છે. માલદીવના એક વરિષ્ઠ મંત્રી જે તેમની પ્રથમ ચીનની મુલાકાતે છે, તેમણે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુની નવી દિલ્હીની તાજેતરની મુલાકાત અને તેમના દેશના પ્રવાસન આધારિત અર્થતંત્ર માટે ભારત સાથેના સંબંધોના મહત્વ વિશે વાત કરી છે.

મુઈઝ્ઝુને ચીનના સમર્થક માનવામાં આવે છે

આર્થિક વિકાસ અને વેપાર પ્રધાન મોહમ્મદ સઈદની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુની ભારત મુલાકાત બાદ માલદીવે નવી દિલ્હી સાથે સંબંધો પુનઃસ્થાપિત કર્યા છે. મુઈઝ્ઝુ 9 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યાં હતા. મુઈઝ્ઝુને ચીનના સમર્થક માનવામાં આવે છે.

ભારત અને માલદીવ વચ્ચે સારા સંબંધો છે

દલિયાનમાં 15મા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લઈ રહેલા મોહમ્મદ સઈદે સીએનબીસી ઈન્ટરનેશનલ ટીવીને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે મુઈઝ્ઝુએ પુનરોચ્ચાર કર્યો છે કે ભારત અમારો સૌથી નજીકનો પાડોશી છે. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ અંગેના પ્રશ્નના જવાબમાં સઈદે કહ્યું કે ભારત અને માલદીવના સંબંધો લાંબા સમયથી સારા છે. ભારત આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ભારતમાંથી આવતા પ્રવાસીઓના કિસ્સામાં. પ્રવાસન ક્ષેત્રે માલદીવમાં ભારતનું ઘણું રોકાણ છે.

મુઈઝ્ઝુ ભારત આવ્યાં હતા

રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે તેમની ભારતની સત્તાવાર મુલાકાતને માલદીવ માટે નોંધપાત્ર ગણાવી હતી. મુઈઝ્ઝુએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો માલદીવ અને માલદીવના નાગરિકોને સમૃદ્ધિ લાવશે. સઈદ ચીનની મુલાકાત લેનાર માલદીવના પ્રથમ મંત્રી છે. અગાઉ જાન્યુઆરીમાં મુઈઝ્ઝુ બેઇજિંગની મુલાકાતે ગયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch