મનાલીઃ કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ કોરોનાના નિયંત્રણોમાં ઢીલ આપવામાં આવી છે. જેને પગલે મનાલી , સિમલા સહિતના હિલ સ્ટેશનો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. લોકોની ભીડને જોઈને સરકાર પણ ચોંકી ઉઠી છે. કારણ કે તેનાથી કોરોનાનુ સંક્રમણ ફરી ફેલાવાનો ખતરો છે. હવે મનાલીમાં સ્થાનિક તંત્રએ મોટો નિર્ણય કર્યો છે, મનાલીમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો તેને 5000 રુપિયા દંડ અથવા તો 8 દિવસની જેલની સજા થશે.
હિમાચલ પ્રદેશમાં કોરોનાનુ જોર ઓછુ થયા બાદ સરકારે બહારથી લોકોને આવવાની પરવાનગી આપી છે. જેને પગલે હવે રોજ અન્ય રાજ્યોથી 18000 થી 20000 વાહનો દાખલ થઈ રહ્યાં છે. બહારના પર્યટકોને કારણે હિમાચલ પ્રદેશ પર કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. મનાલી અને સિમલામાં તો હોટલો ફુલ છે બજારોમાં પગ મુકવાની જગ્યા નથી. બજારોમાં એટલી હદે ભીડ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યાં છે જેને પગલે મનાલીમાં હવે નવો નિયમ લાગુ કરાયો છે.
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુદર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 2 ટકાથી ઓછા છે. કોરોના એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58