Sun,17 November 2024,5:06 pm
Print
header

દેશના આ હિલ સ્ટેશન પર માસ્ક નહીં પહેરવા પર રૂ. 5000 નો દંડ અથવા 8 દિવસની જેલ થશે

મનાલીઃ કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ કોરોનાના નિયંત્રણોમાં ઢીલ આપવામાં આવી છે. જેને પગલે મનાલી , સિમલા સહિતના હિલ સ્ટેશનો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. લોકોની ભીડને જોઈને સરકાર પણ ચોંકી ઉઠી છે. કારણ કે તેનાથી કોરોનાનુ સંક્રમણ ફરી ફેલાવાનો ખતરો છે. હવે મનાલીમાં સ્થાનિક તંત્રએ મોટો નિર્ણય કર્યો છે, મનાલીમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો તેને 5000 રુપિયા દંડ અથવા તો 8 દિવસની જેલની સજા થશે.

હિમાચલ પ્રદેશમાં કોરોનાનુ જોર ઓછુ થયા બાદ સરકારે બહારથી લોકોને આવવાની પરવાનગી આપી છે. જેને પગલે હવે રોજ અન્ય રાજ્યોથી 18000 થી 20000 વાહનો દાખલ થઈ રહ્યાં છે. બહારના પર્યટકોને કારણે હિમાચલ પ્રદેશ પર કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. મનાલી અને સિમલામાં તો હોટલો ફુલ છે બજારોમાં પગ મુકવાની જગ્યા નથી. બજારોમાં એટલી હદે ભીડ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યાં છે જેને પગલે મનાલીમાં હવે નવો નિયમ લાગુ કરાયો છે.

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુદર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 2 ટકાથી ઓછા છે. કોરોના એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch