Sat,16 November 2024,2:10 pm
Print
header

ગુજરાતમાં ઉનાળાની ગરમી પહેલા માસ્ક પહેરવામાંથી મળી શકે છે મુક્તિ- Gujarat Post

(પ્રતીકાત્મક તસવીર)

  • ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે
  • સરકાર માસ્કને ફરજિયાતમાંથી મરજીયાત કરવા વધી રહી છે આગળ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસ (Gujarat corona cases) ઘટી ગયા છે. આજે કોર કમિટીની મળનારી બેઠકમાં કોરોનાની નવી માર્ગદર્શિકા (corona new guideline) મુદ્દે ચર્ચા થશે. રાજ્ય સરકાર (Gujarat government) રાત્રિ કર્ફ્યૂમાં (night curfew) રાહત આપી શકે છે.રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધીનો કરવામાં આવી શકે છે.રાજ્યમાં કોવિડ-19 કેસ ઘટતા સરકાર માસ્કને (mask up) ફરજિયાતમાંથી મરજીયાત  કરવા તરફ આગળ વધી રહી છે. આ મુદ્દે ટૂંક સમયમાં જ હાઈકોર્ટમાં અરજી થઈ શકે છે.

કોરોનાની પ્રથમ લહેરની શરૂઆતથી આજ દિન સુધી માસ્ક પહેરવું ફરજીયાત છે. નિયમ ભંગ બદલ દંડ પણ કરવામાં આવી રહ્યો છે. માસ્કનું પાલન કરાવવા હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો. આ સંદર્ભે હાઈકોર્ટ સમક્ષ ફરીથી ફેરવિચારણ અરજી કરવા સરકારે મન બનાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના હળવો પડતાં માસ્ક બંધનથી મુક્તિ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર (Gujarat cm Bhupendra patel) પટેલે ગિફ્ટ સિટીમાં (gift cirty) અનઔપચારિક રીતે નાગરિકો હવે માસ્કથી કંટાળ્યા છે, તે જવું જોઈએ. જેમ આ મહામારીમાંથી અનેક દેશો બહાર નીકળ્યા છે તેમ માસ્કમાંથી આપણે પણ નીકળીશું તેવું નિવેદન કર્યુ હતું. જેને લઈ ચૈત્રની ભયંકર ગરમી પડે તે પહેલા ગુજરાતમાં તબક્કાવાર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch