Sat,16 November 2024,8:02 am
Print
header

રાજકોટમાં કોળી- ઠાકોર સમાજની બેઠક, 20 ટકા અલગથી અનામતની માંગ- Gujarat post

રાજકોટ: વિધાનસભા ચૂંટણીઓ પહેલા જ દરેક સમાજ સક્રિય થઇ રહ્યાં છે. રાજકોટમાં કોળી-ઠાકોર સમાજની બેઠક મળી હતી. શહેરમાં સમસ્ત કોળી-ઠાકોર સમાજની ચિંતન શિબિરની બેઠક મળી.આ ચિંતન શિબિરમાં કોળી-ઠાકોર સમાજને અલગથી 20% અનામત આપવાની માંગ ઉઠી છે.  અનામત જનરલ કોટામાંથી નહીં પણ અલગથી 20% અનામત આપવાની માંગ ઉઠી છે. વસ્તી આધારિત રાજકીય ભાગીદારી મળે તેવી પણ માંગ કરાઈ છે.

ભાવનગરના બાબુ ભાલીયાએ જણાવ્યું હતું કે, OBCમાં 147 જ્ઞાતિઓ છે, બધા એક થઇને એમ કહે કે અમે OBC છીએ તો અજગર બને, અજગરને કોઈ કચડે તો તે આખેઆખો ગળી જાય. ગામડે ગામડે આપણે સમજાવવા નીકળવું પડશે, એક ગામમાં 11 વ્યક્તિઓ તૈયાર થાવ પછી જુઓ ગાંધીનગરમાં શું થાય છે ? આજે આપણે ભીખ માગવી પડે છે.

સૌરાષ્ટ્ર-કચ્છના અખિલ ભારતીય કોળી સમાજના પ્રભારી પ્રવીણભાઈએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લામાંથી ઠાકોર અને કોળી સમાજના આગેવાનો આવ્યાં છે. આ કોળી-ઠાકોર એકતા મંચ માટેની બેઠક હતી. બંને સમાજ સાથે રાજકીય અપમાન થઈ રહ્યાં છે તે બાબતે 2022 ચૂંટણીમાં બતાવી દઇશું, કુંવરજીભાઈ એક જ કોળી સમાજના નેતા નથી પરંતુ પરસોતમભાઈ, હીરાભાઈ, આર.સી. મકવાણા પણ છે. હવે અમારે સિમ્બોલની જરૂર નથી. સિમ્બોલનું રાજકારણ ચાલી રહ્યું છે તે બંધ કરવું છે. અમારી સાથે અન્યાય થાય છે ત્યારે યુવાનો અને અમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. ઠાકોર અને કોળી સમાજ એક થઈને 2022માં આગળ વધશે. ત્યારે હવે સમાજના આંદોલનોથી ભાજપની ચિંતા અત્યારથી વધી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch