Mon,18 November 2024,5:49 am
Print
header

કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે આ તારીખથી તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની કરી આગાહી

ગાંધીનગર: આ વખતે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર કાળઝાળ ગરમી પડવાની છે. શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે. આ વર્ષે ગુજરાતીઓએ પ્રચંડ ગરમી સામનો કરવો પડશે.કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસવાના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 14 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાન વધવાનું શરૂ થઈ ગયું છે. દિવસે-દિવસે ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે.

રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.આજે ડીસામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ, ગાંધીનગર, ભાવનગરમાં 33 ડિગ્રી તાપમાન નોધાયું છે. જો કે આગામી ચાર દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી તેવી શક્યાતા છે.

ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યાં છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે. એક બાજુ ભારે તાપ તો બીજી બાજુ તાપથી બચવા માટે અલગ અલગ કંપનીઓ એસી પર ઓફર પણ આપી રહી છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch