Sat,16 November 2024,4:17 pm
Print
header

ગુજરાતમાં ઓફલાઈન શિક્ષણ ક્યારે થશે શરુ ? શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન ? Gujarat post

ગાંધીનગરઃ રાજ્યમાં વઘતા કોરોનાના સંક્રમણને લઈને હાલમં ઓફલાઈન શિક્ષણ બંધ છે. 1 ફેબ્રુઆરીથી ધોરણ 1થી ધોરણ 9ના વર્ગો ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે.આ મુદ્દે શિક્શણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યની તમામ સ્કૂલોમાં બાળકોની સલામતી તથા સુરક્ષા અંગેની પૂરતી વ્યવસ્થા કર્યાં પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે.

જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાતમાં તેમની સરકાર માટે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે આ મુદ્દે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે 1 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામાં આવે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ખુબ મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકારે આ અંગે સ્થિતીની સમીક્ષા કરીને નિર્ણય લેવાનું સંચાલક મંડલે જણાવ્યું હોવાનો સૂત્રોનો દાવો છે. રાજ્યમાં કોરોનાના કેસોની વચ્ચે ટૂંક સમયમાં જ સ્કૂલો પાછી ઓફલાઇન શરૂ થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch